Western Times News

Gujarati News

કડી ખાતે યોજાયેલ સંમેલનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની હિમાયત કરતા રાજ્યપાલ

કડી, ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેન્ક લી અમદાવાદ અને ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓપેરીટવ બેન્ક લીના સંયુક્ત ઉપક્રમે કડી ખાતે યોજાયેલ પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન સંમેલનમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કૃષિનો આધાર ગૌ માતા છે, અને ગૌ માતાનું પૂજન ,પ્રાકૃતિક ખેતી થકી જ થાય છે.

તેમણે ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ખેતી અભિયાનમાં રાજ્યમાં ૦૨ લાખ ખેડુતો જાેડાઇ, ગૌ માતા અને નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે, તેમ જણાવી ખેડુતોને આ અભિયાનમાં જાેડાવવા અપીલ કરી હતી.તેમણે ઉમેર્યું હતું કે સરકારે દેશી ગાયના સંવર્ધન માટે માસિક રૂ ૯૦૦ની સહાય જાહેર કરી છે તેમ જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અભિયાનને પ્રબળ બનાવવા રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરેલ છે, તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રના નાગરિકો સ્વસ્થ,આરોગ્યપ્રદ રહે, તે માટે પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી છે. તેમ જણાવી પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ માટે સરકાર દ્વારા કામગીરી કરાઇ રહી છે તેમ જણાવ્યું હતું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે અસાધ્ય રોગોનું મુળ કારણ રાસાયણિક ખેતી છે,આવનારી પેઢીને વારસામાં શુધ્ધ પાણી,હવા અને ખોરાક આપવો હશે તો આજે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવું પડશે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી માનસિક,આધ્યાત્મિક અને આર્થિક સુખ મળે છે.

ખેડુતો પ્રાકૃતિક ખેતીના નિયમોનું પાલન કરી ખેતી કરે તો, ખેડુતને ઉન્નત બની રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપી શકે છે.તેમણે ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ખેતીનો મૂળ આધાર ભારતીય નસલની ગાય છે. ધરતીને જીવન આપનારી ગૌ માતાના વિવિધ પરીમાણો પરથી માલૂમ પડ્યું છે કે ભારતીય નસલની ગાયનું દૂધ આરોગ્યપ્રદ છે,સાથે સાથે તેના ૦૧ ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણુંઓ છે જે પ્રાકૃતિક ખેતી માટે આશિર્વાદરૂપ છે.

રાજ્યપાલએ ઉમેર્યું હતું કે કૃષિના આધાર માટે ભગવાને ગાયનું સર્જન કર્યું છે.દેશી ગાય આધારીત ખેતીમાં જીવામૃત અને ઘનજીવામૃત થકી યોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ઉત્પાદન ખેડુત મેળવી શકે છે તેમ જણાવી આ બંન્ને ખાતર બનાવાવની રીત અંગે વિસ્તૃત સમજ ખેડુતોને આપી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ઉમેર્યું હતું કે ગૌ માતાની પ્રાકૃતિ ખેતી કરવાથી થાય છે.

એક ગાયથી આપણી ૩૦ એકર જમીનમાં કોઇપણ ખર્ચ વગર ખેતી કરી શકાય છે તેમ જણાવી ગાયના સંવર્ધન,સંરક્ષણની હિમાયત કરી હતી આ પ્રસંગે સંસદ સભ્ય શારદાબેન પટેલ,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ સર્વ વિધાલય ગાંધીગનરના ચેરમેન વલ્લભભાઇ પટેલ,ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન વિનોદભાઇ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,અગ્રણી જશુભાઇ પટેલ,એ.પી.એમ.સી કડીના ચેરમેન રાજેન્દ્રભાઇ પટેલ સહિત પ્રબુધ્ધ ખેડુતો ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.