કડી તાલુકાના દેવુસણા ગામના સરપંચના ઘરેથી ૧.૭૨ લાખની તસ્કરી
કડી: કડી તાલુકાના દેવુસણા ગામના સરપંચ પ્રતાપજી રવાજી (રહે. પટેલ વાડી પાસે) જેમના ઘરે થી રાત્રિ દરમિયાન ચોરો ઘર માંથી સોનાં – ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ઉઠાંતરી કરી ગયા હતા. સરપંચ ના ઘરે થી કુલ મુદ્દામાલ ચોરી અંદાજે ૧.૭૨ લાખની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ હતી.
દેવુસણાના સરપંચના દિકરાના ઘરના વચ્ચેના રૂમમાં લાકડાના કબાટમાં સોનાચાંદીના દાગીના મુક્યા હતા જેને તસ્કરોએ તોડી તેમાંથી આશરે દોઢ તોલા સોનાની ચેન, આશરે દોઢ તોલાની સોનાની બુટ્ટી, બે જાેડી ચાંદીના રમજા, ચાંદીના કડલાં એક જાેડ, ચાંદીને સેરો અને સોનાની બે જાેડ કડીઓ, એક એલઇડી અને રોકડા રૂપિયા ૩૫ હજાર મળી કુલ ૧.૭૨ લાખની મત્તા ચોરી ગયા હતા.સરપંચને જાણ થતાં ઘરની અંદર તમામ વસ્તુઓ અસ્ત વ્યસ્ત પડેલી જાેવા મળતાં તપાસ કરી હતી આથી કડી પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.