કડી સર્વ વિશ્વવિદ્યાલયનો ૫૦મો સર્વ નેતૃત્વ કાર્યક્રમ યોજાયો
યુવા શક્તિ એક પ્રચંડ શક્તિ છે અને હરહંમેશ તેમનામાં નવસર્જન કરવાની તમન્ના હોય છે. યુવા શક્તિ અણુશક્તિ છે અને તેમને આદર્શોને વ્યવહારમાં ઉતારવાનો ઉત્સાહ હોય છે. યુવા સ્થાને ઘડનારા પરિબળોમા માબાપ તથા શિક્ષણ સંસ્થા ઓનો ફાળો મહત્વ હોય છે.
કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા યુવા વિધાર્થીઓ આત્મવિશ્વાસ, આત્મસંતોષ, આત્મસંયમ સાથે જીવી શકે, સારી આદતો કેળવાય સાથે જીવનમાં સમસ્યાઓનો બહાદુરી પૂર્વક સામનો કરવા સક્ષમ બને તે હેતુથી ૨૦૦૯ માં સર્વ નેતૃત્વ નામનો અનોખો કાર્યક્રમ શરૂ કરાયો જેમાં ચારિત્ર્ય નિર્માણ થી રાષ્ટ્રનિર્માણના પાઠ ભણાવવા માં આવે છે. તા: ૨૨ થી ૨૫ નવેમ્બર, ૨૦૧૯ દરમિયાન, હાર્ટફૂલનેસ સંસ્થા ખાતે સર્વ નેતૃત્વનો ૫૦ મો કાર્યક્રમ યોજાયો જેમાં ૧૮ કોલેજૉના ૭૦ પૂર્વતાલીમાર્થી ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે હરેશભાઈ પટેલ, જે.સી. પટેલ, દીપકભાઈ તેરેયા, ઉમાબેન તેરેયા, પંકજ મલ, જસ્વિદરસિંગ બાંસુરી ઉપસ્થિત રહી ડિઝાઇન થીંકિંગ, હાર્ટફુલ લીડર, જીવનમાં સંસ્કાર અને ધ્યાનનું મહત્વ, ન્યુ ઇન્ડિયા માટે આજના યુવાનોનું યોગદાન જેવા વિવિધ વિષયોની વિવિધ પ્રવૃત્તિઓ માધ્યમથી જીણવટ પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે સંસ્થાના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહી ૫૦ કાર્યક્રમ પૂર્ણ કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન આપી, આ વિચારને રાજ્ય અને રાષ્ટ્રીય લઈ જઇ અન્ય યુવાનોને લાભ મળે તેવો ઉમદા વિચાર વ્યક્ત કર્યો હતો જેને ઉપસ્થિત સૌ એ વધાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો.ધર્મેન્દ્ર પટેલ, ડો.વિજય પંડિત, ઉત્તમ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વતાલીમાર્થી સૂરજ, પ્રણવ, ઊર્મિલા અને હર્ષ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.