કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ૪૮મી પાંચ દિવસીય નિવાસી તાલીમ શિબિર યોજાઈ
કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા તા: ૦૫ થી ૦૯ જુલાઈ, ૨૦૧૯ દરમિયાન પાંચ દિવસીય “૪૮ મી સર્વ નેતૃત્વ” નિવાસી તાલીમ શીબીરનું આયોજન સર્વ વિદ્યાલય, કડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ વિદ્યાલયની ૧૪ વિવિધ કોલેજોમાથી ૬૪ વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
પાંચ દિવસીય કેમ્પમાં માસ્ટર ટ્રેનર તરીકે દીપકભાઈ તેરૈયા અને ઉમાબેન તેરૈયા ઉપસ્થિત રહી વિવિધ પ્રવૃતિઓ જેમ કે ગેમ્સ, શોર્ટ ફિલ્મ્સ, ગ્રુપ વર્ક અને સ્ટ્રક્ચરલ પ્રશ્નાવલી દ્વારા નેતૃત્વના વિવીધ પાસાઓને સાંકળી લેતા જીવનલક્ષી વિષયોની તાલીમ આપી હતી. વધુમાં તેમને વિધાર્થીઓને મૌન રહીને પોતાની અંદર ડોકિયું કરવા પ્રેર્યા હતા, સંબંધોનું મહત્વ સમજાવતા લાઈફ ટ્રી ની સમજ આપી હતી, “વસુધેવ કુટુમ્બકમ” નો ભાવ જગાડવા જ્ઞાતિવાદ અને કોમવાદથી ઉપર ઉઠી સારા માનવ બનવા આહવાન કર્યું હતું.
આમ સમગ્ર કાર્યક્રમમાં સ્વનિર્માણ થી રાષ્ટ્રનિર્માણ સુધીના પાઠ શીખવ્યા હતા. તાલીમ દરમિયાન ગેસ્ટ સ્પીકર તરીકે નીષ્ટાબેન ઠાકર ઉપસ્થિત રહી પોતાના જીવન સંઘર્ષની વાત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી જ્યારે ડો. કપિલ ત્રિવેદી સાહેબ દ્વારા રોજ સવારે યોગ, પ્રાણાયામ અને વ્યાયામનું મહત્વ સમજાવી અનુભવ પણ કરાવ્યો હતો. સંસ્થાનાં ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા તમામ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને શ્રેષ્ઠ તાલીમાર્થીઓને પુસ્તક આપી સન્માનિત કર્યા હતા.
તમામ તાલીમાર્થીઓને કાર્યક્રમના અંતે ઉવારસદ સ્થિત સદવિચાર પરિવાર વિકલાંગ કેન્દ્રની મુલાકાત કરાવી અને તેમના દ્વરા ચાલવામાં આવતી પ્રવૃત્તિની વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર શિબિરનું સંચાલન અને આયોજન ડો. ધર્મેન્ર્દ્ર પટેલ, ખુશ્બુ પટેલ અને ઉદય વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે પૂર્વ તાલીમાર્થી સુરજ, પ્રકાશ, દીપ, હર્ષ, ચિરાગ, આરતી અને યોગીતા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.