કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ઓનલાઈન-ઑફલાઈન માહિતી સાથે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

પ્રતિકાત્મક
ગાંધીનગર, કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર-કડી સંચાલિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી ઓનલાઈન- ઑફલાઈન શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સંસ્થા દ્વારા ઓનલાઈન દરેક વિદ્યાશાખાના મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યાં છે.
વિશ્વ કોરોના વાયરસની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. તેવી વિકટ પરિસ્થિતિમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થીઓ-વાલીઓના પડખે હંમેશાં ઉભું રહ્યું છે. કોરોનાકાળની શરૂઆતમાં જ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને ધ્યાને લેતાં તત્કાલ ડિઝિટલ કલાસરૂમની સાથે વર્ચ્યુઅલ લેબ દ્વારા પ્રેકટીકલ નોલેજની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે ઓનલાઈન ઈન્ટરવ્યૂ દ્વારા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ પૂરું પાડવામાં આવે છે.
યુનિવર્સિટી દ્વારા સંચાલિત ગાંધીનગર અને કડી ખાતે સ્નાતક અને અનુસ્નાતક સ્તરે સાયન્સ (Chemistry, Microbiology, Physics, Mathematics) M.sc Nursing, Physiotherapy (MPT), Pharm.D/Pharm.D (PB), કોમર્સ (B.com/M.com), મેનેજમેન્ટ (BBA/MBA/MBA Integrated) કમ્પ્યુટર સાયન્સ (BSc, MSc IT, BCA, MCA), એજયુકેશન (B.ed), MSW, Journalism & Mass Communication(PGDJMC),
Ph.D સહિતના વિવિધ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જયારે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધિતિ દ્વારા ફાળવવામાં આવેલ બેઠકોમાં B.Pharm, M.Pharm, BPT, B.sc Nursing, BE, ME, MBA, MCA વિગેરે જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કાઉન્સલિંગ તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.
યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઓનલાઈન-ઑફલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કડી-ગાંધીનગરના કેમ્પસોની ઓનલાઈન મુલાકાત માટે www.ksv.ac.in નો ઉપયોગ કરી જે-તે વિભાગના કેમ્પસની વર્ચ્યુઅલ મુલાકાત અને પ્રવેશ માટે સંબંધિત વિદ્યાશાખાના સંપર્ક નંબર 94088 01690 અને 78777 03333 મેળવી વિસ્તૃત માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી પ્રત્યક્ષ મુલાકાત લઈને પોતાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.