કનિકા કપૂરના રિસેપ્શનમાં ન્યાસા દેવગણનો બોલ્ડ લૂક

કનિકાના રિસેપ્શનમાં ન્યાસા બની આકર્ષણ
કનિકા કપૂરના રિસેપ્શનમાં પિંક બોડીકોન ગાઉન અને લાઈટ જ્વેલરીમાં સુંદર લાગતી હતી ન્યાસા દેવગણ
મુંબઈ,
અજય દેવગણ અને કાજાેલની દીકરી ન્યાસા દેવગણ પોપ્યુલર સ્ટારકિડ્સમાંથી એક છે. હાલ તે અભ્યાસ કરી રહી છે અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં હજી પગ પણ મૂક્યો નથી, જાે કે તેના ચાહનારાઓની સંખ્યા ખાસ્સી છે. સોશિયલ મીડિયા પર તેના ઘણા ફેન પેજ છે અને તે જ્યારે પણ બહાર નીકળે છે ત્યારે તેની તસવીરો વાયરલ થઈ જાય છે. ન્યાસા દેવગણ કોઈને કોઈ કારણથી લાઈમલાઈટમાં રહે છે, હાલમાં તેની પિંક કલરના ગ્લેમરસ બોડીકોન ગાઉનમાં કર્વી ફિગર દેખાડતી તસવીરો સામે આવી છે જેણે ચર્ચા જગાવી છે.
તેની આ તસવીરો નવપરિણીત સિંગર કનિકા કપૂર અને ગૌતમ હાથીરમાનીના લંડનમાં યોજાયેલા રિસેપ્શન વખતની છે. કનિકા કપૂર અને ગૌતમ હાથરમાનીના રિસેપ્શનમાં ન્યાસા દેવગણ ફ્રેન્ડ ઓરહાન અવાતરમાની સાથે ગઈ હતી. ઓરહાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ન્યાસા અને અન્ય કેટલાક ફ્રેન્ડસ સાથેની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. જેમાં ન્યાસા લાઈટ પિંક બોડીકોન ગાઉનમાં જાેવા મળી રહી છે,
વચ્ચે પાથી પાડીને તેણે વાળને ખુલ્લા રાખ્યા છે અને તેનો મેકઅપ મિનિમલ છે. આ સિવાય તેણે જ્વેલરીમાં નેકપિસ અને હૂપ ઈયરિંગ્સ પહેરી છે. હાથમાં તેણે વ્હાઈટ સ્મોલ બેગ રાખીને લૂક પૂરો કર્યો છે. કનિકા કપૂરનું રિસેપ્શન લંડનના ફેમસ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ડ મ્યૂઝિયમમાં યોજાયું હતું. જેમાં સિંગરે રેડ કલરનો લહેંગો પહેર્યો હતો. ન્યાસા દેવગણે તેની સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી. બેબી ડોલ ફેમ સિંગર કનિકા કપૂરે ૨૦ મેના રોજ લંડનના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. જેમાં બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી ગણ્યાગાંઠ્યા સેલિબ્રિટીને આમંત્રણ આપ્યું હતું.
લગ્નમાં તેણે પીચ કલરનો લહેંગો અને કુંદન જ્વેલરી પહેરી હતી તો ગૌતમ ગોલ્ડન વર્ક કરેલી પેસ્ટલ કલરની શેરવાનીમાં જાેવા મળ્યો હતો. જે બાદ કપલે રિસેપ્શન યોજ્યું હતું જેમાં ગુરુ રંધાવા પણ ગયો હતો. કનિકા કપૂર અને ગૌતમ હાથીરમાનીની મુલાકાત એક વર્ષ પહેલા થઈ હતી. જે બાદ તેમણે લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો. સિંગરના આ બીજા લગ્ન છે
અગાઉ પણ તેણે બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. ૧૯૯૮માં રાજ ચંદોક સાથે તેના લગ્ન થયા હતા અને ૨૦૧૨માં બંને અલગ થયા હતા. સિંગર યુવરાજ, અયાના અને સમારા એમ ત્રણ બાળકોની મમ્મી છે. ડિવોર્સ બાદ તેણે એકલા હાથે ત્રણેય બાળકોનો ઉછેર કર્યો હતો.