કનિકા ઢિલ્લન અને હિમાંશુ શર્માએ લગ્ન કરી લીધા
મુંબઈ: બોલિવુડ ફિલ્મોના બે મોટા રાઇટર્સ કનિકા ઢિલ્લન અને હિમાંશુ શર્માએ લગ્ન કરી લીધા છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં બંનેએ પોતાની સગાઈની જાહેરાત કરી હતી.
કનિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની સુંદર તસવીરો શેર કરી છે. અનેક બોલિવુડ સેલેબ્સ સહિત તાપસી પન્નૂએ પણ કનિકા અને હિમાંશુને લગ્નની શુભેચ્છા પાઠવી હતી.
કેદારનાથ અને મરમર્ઝિંયા જેવી ફિલ્મો લખી ચૂકેલી કનિકાએ સોશિયલ મીડિયા પર પર પોતાની તસવીરો શેર કરતા લખ્યું કે, ‘૨૦૨૧ની નવી શરુઆત હિમાંશુ શર્મા સાથે.’
તસવીરોમાં કનિકા પિંક રંગના લગ્નના પોષાકમાં નજર આવે છે. જ્યારે હિમાંશુ સફેદ કુર્તા પાયાજામાં અને ઓરેન્જ રંગના નહેરુ જેકકેટમાં દેખાય છે. કનિકા અને હિમાંશુના લગ્નમાં ફક્ત પરિવારના લોકો અને કેટલાક ખૂબ જ નજીકના મિત્રો સામેલ હતા.
રાંઝણા, તનુ વેડ્સ મનુ અને ઝિરો જેવી ફિલ્મ લખનાર હિમાંશુ શર્મા અને કનિકાએ ૨૦૧૯માં એકબીજાને ડેટ કરવાનું શરું કર્યું હતું.
જે બાદ ગત વર્ષે જૂનમાં બંનેએ પોતાની રિલેશનશિપને પબ્લિક કરી હતી. આ પહલા હિમાંશુ કૌશિક એક્ટ્રેસ સ્વરા ભાસ્કરને ડેટ કરી ચૂક્યા છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો જલ્દી જ હિમાંશુ શર્માની ફિલ્મ અતરંગી રે રિલીઝ થવા જઈ રહી છે. જેમાં અક્ષય કુમાર, ધનુષ અને સારા અલી ખાન લીડ રોલમાં છે.
બીજી તરફ કનિકા દ્વારા લખાયેલી હસીન દિલરુબા ફિલ્મ પણ રીલિઝ થવા જઈ રહી છે. જેમાં તાપસી પન્નૂ અને વિક્રાંત મૈસી લીડ રોલમાં દેખાશે.