કન્ટેનમેન્ટ ઝોનની બહાર ઉત્સવ તહેવારોના કાર્યક્રમોને છુટ અપાશે
નવીદિલ્હી: તહેવારો સમયે કોરોના વાયરસના ફેલાવવાને રોકવા માટે આરોગ્ય મંત્રાલયે એસઓપી જાહેર કરી છે જેમાં કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા લોકોને તહેવાર સમયે ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે મંત્રાલેય કહ્યું કે કેન્ટેનમેન્ટ ઝોનની બહાર ઉત્સવ તહેવારોના કાર્યક્રમો સમારોહ આયોજિત કરવાની મંજુરી અપાશે કન્ટેનમેન્ટ ઝોનના આયોજકો કર્મચારીઓ અને મહેમાનોને તેમાં સામેલ થવાની મંજુરી નથી આ ઝોનમાં રહેનારા લોકોએ પણ ધરમાં જ તહેવાર મનાવવાના રહેશે
સરકારની ગાઇડલાઇનમાં એમ પણ કહેવાયુ છે કે તહેવારોની સાથે જાેડાયેલા મેળા રેલીઓ પ્રદર્શનો અને સાંસ્કૃતિક સમારોહ જુલુસ કોન્સર્ટ વગેરે આયોજકો સમારોહ સ્થળ પર સ્થાનની ઓળખ કરવા થર્મલ સ્ક્રીનીગ સોશ્યલ ડિસ્ટન્સિંગ સેનેટાઇઝેશન વગેરે ઉપાયોનું પાલન કરવા માટે યોજના તૈયાર કરશે નિયમમાં એમ પણ કહેવાયુ છે કે અનેક દિવસ સુધી ચાલનારા સમારોહ સમયે પીક અવર્સ કે ખાસ દિવસોએ આયોજકોએ વારંવાર સેનેટાઇઝેશન કરવું અને ભીડને નિયંત્રિત કરીને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પ્રયાસ કરવો
તેમાં જણાવાયુ છે કે રેલીઓ અને વિસર્જન જુલુસમાં લોકોની સંખ્યા નક્કી સંખ્યાથી વધારે ન હોવી જાેઇએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું અનિવાર્ય રહેસે એટલું જ નહીં લાંબી રેલીઓ અને જુલુસમાં એમ્બ્યુલન્સની સુવિધા પણ હોવી જાેઇએ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે લાંબા અંતરે ફેલાયેલી રેલી અને જુલુસ જેવા કાર્યક્રમ માટે એમ્બ્યુલન્સની સેવાઓનું સમર્થન જરૂરી છે.
કેન્દ્રે કહ્યું કે લોકોની સંખ્યા ઘટાડવા અને પ્રવેશપર પ્રતિબંધ માટે વિચાર કરાઇ રહ્યો છે થર્મલ સ્કેનિંગ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાને સુનિશ્ચિત કરવા માટે સ્વયંસેવકોની હાજરી પુરતા પ્રમાણમાં હોવી જાેઇએ રંગમંચ અને સિનેમા કલાકારોને માટે જાહેર કરાયેલા નિયમો મંચના કલાકારોને પણ લાગુ થશે