કન્ટેનરમાંથી વિદેશી શરાબની ૩૦૩૧૨ બોટલો સાથે ત્રણ આરોપીઓને દબોચી લીધા !!

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા એલસીબી શાખાએ હાલોલ તાલુકાના બાસ્કા હાઇવે પાસે આવેલા આનંદપુરા ના એક સ્ક્રેપ ના ગોડાઉનમાં ઉભી રહેલી બંધ બોડીના કન્ટેનર માંથી બે બુટલેગરો વિદેશી શરાબ નો જથ્થો સગેવગે કરે આ પહેલા બોલાવેલા સપાટામાં અંદાજે ૧૫ લાખ રૂપિયાની કિંમતની વિદેશી શરાબની ૩૦૩૧૨ બોટલોનો જંગી જથ્થો ઝડપી પાડતાં વધુ એક વખત બુટલેગરોની અંધારી આલમમાં હડકંપ પ્રસરી જવા પામ્યો હતો. તો ગોધરા એલસીબી શાખાના ગુપ્ત ઓપરેશનના પગલે હાલોલ પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.
પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ના ચુસ્ત દારૂબંધીના અમલ માટે બુટલેગરોની સિન્ડિકેટ સામે સખ્ત બનવાના આપેલા આદેશના પગલે સતર્ક બનેલ ગોધરા એલસીબી શાખાના પીઆઈ જે.એન.પરમાર ને મળેલ ગુપ્ત બાતમીના આધારે ગોધરા એલસીબી શાખાના પીએસઆઇ. આઈ.એ.સિસોદિયા ની ટીમ દ્વારા હાલોલ તાલુકાના આનંદપુરા હા-ઇવે ઉપર આવેલા કાચના સ્ક્રેપના ગોડાઉનમાં ઉભા રહેલા કન્ટેનર નંબર યુ.પી.૨૧.સી.ટી.૨૫૨૧ ની અંદર ઝીણવટ પૂર્વક તપાસ કરતા અંદાજે ૧૫ લાખ રૂપિયાની કિંમતની વિદેશી શરાબ ની ૮૩૭ પેટીઓ નો જથ્થો ઝડપી પાડી ને સ્થળ ઉપર હાજર રહેલા ત્રણ આરોપીઓ હાલોલ તાલુકાના કોટામેડા ના જગદીશ ઉર્ફે જગો કનક સિંહ ચૌહાણ તથા ઉત્તર પ્રદેશના મરછખેડા ગામ ના ભગવાનદાસ ગડરીયા અને રાજ બહાદુર પાલ ગડરીયા ને ઝડપી પાડયા હતા જ્યારે હાલોલ તાલુકાના બે કુખ્યાત બુટલેગરો મહોબતસિંહ જસવંત સિંહ ચૌહાણ (કોટામેડા) અને અતુલ દિલીપભાઈ પરમાર (દુધાપુરા) સમેત કન્ટેનર માલિક ગુલામ મહંમદ હારુંન (ઉ.પ્રદેશ) તથા ગોવાથી વિદેશી શરાબનો જથ્થો ભરાવનાર તમને વોન્ટેડ જાહેર કરીને વિદેશી શરાબ ના જતાં અંદાજે ૨૫ લાખ રૂપિયા ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.!!