કન્ટેનર ડેપોમાં વિસ્ફોટ બાદ આગ, ૩૫ લોકોના મોત થયા

પ્રતિકાત્મક
ઢાકા, દક્ષિણ-પૂર્વી બાંગ્લાદેશમાં એક ખાનગી કન્ટેનર ડેપોમાં શનિવારે રાત્રે વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા અને ૪૫૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે.
અધિકારીઓએ આ જાણકારી આપી છે. ધ ડેલી સ્ટાર સમાચાર પત્રએ જણાવ્યું કે ચટગાંવના સીતાકુંડ ઉપજિલ્લામાં કદમરાસુલ ક્ષેત્ર સ્થિત બીએમ કન્ટેનર ડેપોમાં શનિવારે આગ લાગી હતી.
આગ લાગ્યા બાદ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા અને પોલીસ તથા ફાયર કર્મચારીઓ સહિત અન્ય લોકોને ઈજા થઈ છે.’ઢાકા ટ્રિબ્યૂને’ રેડ ક્રેસેન્ટ યૂથ ચટગાંવમાં સ્વાસ્થ્ય સેવા વિભાગના પ્રમુખ ઇસ્તાકુલ ઇસ્લામના હવાલાથી કહ્યુ- આ ઘટનામાં ૪૫૦થી વધુ લોકોને ઈજા થઈ, જેમાં ૩૫૦ જેટલા લોકો ચટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ છે.
તેમણે મૃતકોની સંખ્યા વધવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. ફાયર સેવા અનુસાર આ દરમિયાન ત્રણ કર્મચારીઓના મોત થયા છે.વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે આસપાસની બિલ્ડિંગની બારીઓમાં ક્ષતિ પહોંચી હતી. ચાર કિલોમીટર સુધી ધમાકાનો અવાજ સંભળાયો હતો. હોસ્પિટલ ઈજાગ્રસ્ત લોકોથી ભરાઈ ગઈ છે. રવિવારે સવારે પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ જારી રહ્યો હતો.
ડેપો ડાયરેક્ટર મુઝીબુર રહમાને ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે ત્યાં ૬૦૦ જેટલા લોકો કામ કરતા હતા. બાંગ્લાદેશમાં આવી ઘટના બનતી રહે છે. પાછલા વર્ષે પણ એક હોડીમાં આગ લાગ્યા બાદ ઓછામાં ઓછા ૩૯ લોકોના મોત થયા છે. પાછલા વર્ષે ઢાકાની પાસે રૂપગંજમાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં ૫૨ લોકોના મોત થયા હતા. ૨૦૨૦માં એક તેલ ટેન્કમાં બ્લાસ્ટ બાદ ત્રણ લોકોના મોત થયા હતા.ss1kp