કન્ટેનર સાથે અકસ્માત થતાંં કારમાં સવાર ૫ લોકોનાં મોત
સતત બીજા દિવસે પર અકસ્માતની ઘટના બનીનવસારીમાં કન્ટેનર કાર પર પડતાં ઈકો કારનો ભુક્કો બોલી ગયો હતો.
નવસારી,નવસારીમાં કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોલાપીપલા માર્ગ પર કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ૫ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. બનાવની જાણ થતાં પોલીસ તેમજ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.
અને લાશોને પીએમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકો ચીખલી તાલુકાના સમરોલી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે પુર ઝડપે દોડતા કન્ટેનર અને ઝ્રદ્ગય્ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસે ત્રણ મૃતદેહોને બહાર કઢાયા હતા જ્યારે બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.
બનાવને પગલે રાહદારીઓ તેમજ ત્યાંથી પસાર થતાં વાહનચાલકોનો ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ચીખલીના સમરોલી ગામની યુવતીના લગ્ન નક્કી થતાં પટેલ પરિવાર સુરતથી ખરીદી કરીને પરત આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ૫ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.
જેથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કન્ટેનર અને ઈકો કાર વચ્ચેનો અકસ્માત એટલો ગંભીર હતો કે, કન્ટેનર ઈકો કાર પર પડતા ઈકો કારનો ભુક્કો બોલી ગયો હતો. ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો જે બાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનું મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે એકનો ચમત્કારિક બચાવની વિગતો પણ મળી છે.sss