કન્ટેસ્ટન્ટના દાદીએ શિલ્પાની દીકરી માટે ડ્રેસ બનાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/shilp-scaled.jpg)
મુંબઈ: શિલ્પા શેટ્ટીએ વિચાર્યું પણ નહીં હોય કે, કોઈ કન્ટેસ્ટન્ટ અથવા તેના પરિવારજન તેની દીકરી માટે કંઈક એવું કરશે જેનાથી તે ભાવુક થઈ જશે. હાલમાં જ શરુ થયેલા ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪’માં જમ્મૂથી આવેલી અર્શિયા નામની કન્ટેસ્ટન્ટે પર્ફોર્મ કર્યું. અર્શિયાનો ડાન્સ જાેઈને શિલ્પા શેટ્ટીથી લઈને ગીતા કપૂર અને અનુરાગ બાસુ પણ હેરાન રહી ગયા.
અર્શિયા દાદી સાથે શોમાં ભાગ લેવા આવી હતી અને સાથે જ શિલ્પાની દીકરી સમિષા માટે ઉનમાંથી બનેલો ડ્રેસ લઈને આવી હતી. આ ડ્રેસની ખાસ વાત એ હતી કે અર્શિયાના દાદીએ પોતાના હાથથી બનાવ્યો હતો. ડ્રેસને જાેઈને શિલ્પા શેટ્ટી ઈમોશનલ થઈ ગઈ અને કહ્યું કે, તે તેની દીકરી સમિષાને તે ડ્રેસ જરૂરથી પહેરાવશે. શોમાં અર્શિયાના દાદીએ જણાવ્યું કે, તેમના પોતાના બાળકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા છે અને માત્ર અર્શિયા જ છે
જેની સાથે તેઓ સમય પસાર કરે છે. તેથી, બંને સાથે રહે છે. બીજી તરફ અર્શિયા પણ તેના દાદી વગર રહી શકતી નથી. અર્શિયાએ કહ્યું કે, દાદી તેના બેસ્ટફ્રેન્ડ છે. સુપર ડાન્સર ચેપ્ટર ૪ માટે ઓડિશન આપ્યા બાદ જ્યારે અર્શિયા પોતાની દાદી સાથે જમ્મૂ પરત ગઈ તો તે ચોંકી ગઈ. પરિવારજનોએ તેનું જાેરદાર સ્વાગત કર્યું અને કેક કાપી. અર્શિયાના દાદીએ આગળ જણાવ્યું કે, શોમાં જ્યારે પરિવાજનોએ તેમની વાત સાંભળી તો તેમને તેમની ભૂલ સમજાઈ અને હવે બધા સાથે મળીને જમે છે
સાથે સમય પસાર કરે છે. શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો, ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તેને ત્યાં સરોગસીથી દીકરી સમિષાનો જન્મ થયો હતો. સમિષા એક વર્ષની થઈ ગઈ છે અને પપ્પા કરણ કુંદ્રા જેવી દેખાય છે. ફેબ્રુઆરીમાં દીકરી એક વર્ષની થતાં શિલ્પા શેટ્ટીએ ઘરે સેલિબ્રેશન કર્યું હતું. જેમાં પરિવારના સભ્યો જ સામેલ થયા હતા. આ સિવાય દીકરીને લઈને તે સિદ્ધિવિનાયકના દર્શન કરવા પણ ગઈ હતી. શિલ્પા શેટ્ટીને વિયાન નામનો દીકરો પણ છે, જે આઠ વર્ષનો થઈ ગયો છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના લગ્ન ૨૦૦૯માં થયા હતા.