કન્નડ અભિનેતા સતીશ વજ્રનો લોહીથી લથપથ મૃતદેહ મળ્યો
બેંગલુરૂ, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વધુ એક ચોંકાવનારા સમય મળ્યા છે. કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા સતીશ વજ્રનો લોહીથી લથપથ થયેલો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો છે. સતિષ બેંગ્લોર શહેરના આરઆર નગરમાં રહેતો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર કોઈ અજાણ્યા શખ્સે તેની હત્યા કરી છે. નોંધનીય છે કે ૩ મહિના પહેલા જ સતિષની પત્નીએ પણ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યુ હતું. સતિષના નિધનના સમાચાર સામે આવતા જ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ છે. ફેન્સ પણ શોકમાં ગરકાવ છે. પોલીસને શંકા છે કે સતિષની હત્યા તેની પત્નીના ભાઈએ કરી છે. અત્યારે તેની શોધ ચાલી રહી છે.
સતિષ વજ્ર જે ઘરમાં રહેતા હતા, તેના મકાન માલિકે ફ્લેટમાંથી લોહી નીકળતા જાેયું તો તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારપછી ઘરની બહાર મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તો જાેયું કે સતીષનો મૃતદેહ ફ્લેટના ફ્લોર પર પડેલો હતો. પોલીસે તાત્કાલિક મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલ્યો હતો.
કર્ણાટકના માંડ્ય જિલ્લાના સતિષ વજ્રએ ફિલ્મ લાગોરી સાથે ડેબ્યુ કર્યુ હતું. તેણે સપોર્ટિંગ રોલ્સમાં પણ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.
આરઆર નગરમાં તે પોતાના પરિવાર સાથે રહેતો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર આ ઘટના રવિવારના રોજ બની હતી. સતિશ જેવો ઘરે પાછો આવ્યો, બે અજાણ્યા લોકોએ તેના પર હુમલો કર્યો. આ દરમિયાન તીક્ષ્ણ હથિયારની મદદથી હત્યા કરવામાં આવી અને પછી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.ઉલ્લેખનીય છે કે સતીષ વજ્રએ પરિવારથી વિરુદ્ધ લગ્ન કર્યા હતા.
સતિષના અને તેની પત્નીના પરિવારના લોકો આ લગ્નથી ખુશ નહોતા. બન્ને પરિવારો વચ્ચે આ લગ્નને કારણે ખૂબ કલેશ થતો હતો. કહેવામાં આવે છે કે આ જ કારણોસર ૩ મહિના પહેલા સતિષની પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. અને હવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બહેનના મૃત્યુનો બદલા લેવા માટે સતિષના સાળાએ જ હુમલો કરીને હત્યા કરી હોઈ શે છે. પોલીસ અત્યારે સાળા અને સાસરીના અન્ય લોકોની શોધ કરી રહી છે.SS2KP