કન્નડ સુપર સ્ટાર પુનીતની ડોનેટ કરાયેલી આંખોથી ચાર લોકોને મળી નવી દ્રષ્ટિ

કર્ણાટક, માત્ર 46 વર્ષની વયે કન્નડ સુપર સ્ટાર પુનીત રાજકુમારના થયેલા નિધનના પગલે તેમના લાખો ચાહકો હજી પણ આઘાતમાં છે. જીમમાં વર્ક આઉટ કરતી વખતે પુનીતને હાર્ટ એટેક આવ્યો હતો. જોકે ડોકટરોએ ભરપૂર પ્રયત્નો કર્યા પછી પણ તેમને બચાવી શકાયા નહોતા. જતા જતા પણ પુનિત એવુ કામ કરતા ગયા છે કે તેમને હંમેશા યાદ કરાશે.
પુનીતના પિતાની જેમ તેમની પણ આંખો ડોનેટ કરવાનો નિર્ણય લેવાયો હતો. એકટરના નિધનના 6 કલાકની અંદર આ કાર્યવાહી પૂરી કરાઈ હતી. હવે એવી ખબર સામે આવી છે કે, એકટર દ્વારા ડોનેટ કરાયેલી આંખોની મદદથી ચાર લોકોને રોશની મળી છે .
એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે જેમને આંખો ડોનેટ કરાઈ છે તેમાં 3 પુરૂષ અને એક મહિલા છે. આ લોકો 6 મહિનાથી વેઈટિંગ લિસ્ટમાં હતા. જોકે અમારી પાસે વેઈટિંગ લિસ્ટ બહુ લાંબુ છે અને જે આંખો અમને ડોનેશનમાં મળે છે તેનો સૌથી સારી રીતે ઉપયોગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જેના કારણે બેની જગ્યાએ અમે ચાર લોકોને આ આંખથી નવી દ્રષ્ટિ આપી છે.