Western Times News

Gujarati News

કન્નડ સ્ટાર ચિરંજીવીની પત્નીએ દુનિયાને પુત્રની ઝલક બતાવી

મુંબઈ: સ્વર્ગીય કન્નડ સ્ટાર ચિરંજીવી સરજાની પત્ની મેઘના રાજે વેલેન્ટાઈન્સ ડે પર દીકરાની પહેલી તસવીર શેર કરી છે. મેઘના સરજાએ દીકરાની તસવીર શેર કરવા માટે વેલેન્ટાઈન્સ ડે પસંદ કર્યો કારણકે તેનું માનવું છે કે દીકરો તેની ખાસ ભેટ છે.

મેઘનાએ દીકરાને આશીર્વાદ અને પ્રેમ આપવા બદલ ફેન્સ અને શુભેચ્છકોનો આભાર માન્યો છે. મેઘના સરજાએ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. વિડીયો શેર કરતાં મેઘનાએ લખ્યું, અમારા નાનકડા પ્રિન્સને મળો! હું જન્મ્યો તે પહેલાથી તમે મને પ્રેમ કરતા આવ્યા છો.

હવે જ્યારે આપણે પહેલીવાર મળી રહ્યા છીએ ત્યારે હું તમને મારા નાનાકડા હૃદયના ઊંડાણથી આભાર માનવા માગુ છું. મારા અમ્મા અને અપ્પા પર આટલો પ્રેમ, હૂંફ વરસાવા તેમજ તેમને સહકાર આપવા માટે તમારો આભાર માનવા માગુ છું. તમે મારો પરિવાર છો અને પરિવાર નિઃસ્વાર્થ પ્રેમ આપે છે. આ વિડીયોમાં જાેઈ શકો છો કે, પહેલા ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ની એક ક્લિપ છે.

આ દિવસે ચિરંજીવી અને મેઘનાની સગાઈ હતી. પછી ૨૨ ઓક્ટોબર ૨૦૨૦ના દિવસે જૂનિયર ચિરંજીવીનો જન્મ થયો છે. વિડીયોમાં જૂનિયર ચિરંજીવીની ઝલક અને છેલ્લે તસવીર બતાવવામાં આવે છે. થોડા દિવસ પહેલાથી મેઘના સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ કરીને ફેન્સને જણાવી રહી છે કે, ૧૪ ફેબ્રુઆરીએ તે દુનિયાને પોતાના દીકરા સાથે મળાવશે.

બે દિવસ પહેલા મેઘનાએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેની અને ચિરંજીવીની વિવિધ તસવીરો હતી. આ વિડીયોના અંતે મેઘનાના હાથમાં બેબી ચિરંજીવી જાેવા મળે છે.

જાે કે, તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી પણ તેનો અવાજ ચોક્કસ સંભળાય છે. અત્યાર સુધી ફેન્સ મેઘના અને ચિરંજીવીના દીકરાને ચિન્ટુ, જૂનિયર, જૂનિયર ઝ્ર અને સિમ્બા કહીને બોલાવતા હતા. જણાવી દઈએ કે, મેઘનાએ શેર કરેલી ચિરંજીવીની આ તસવીર ઓફિશિયલ છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર તેની લીક થયેલી તસવીરો ફરતી થઈ હતી. જૂનિયર ઝ્રના નામની વાત કરીએ તો મેઘનાએ કહ્યું હતું, “જ્યોતિષોએ કયા અક્ષર પરથી તેનું નામ શરૂ થવું જાેઈએ તેના સલાહ-સૂચન આપ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.