કન્યા-કિશોરોના કૌશલ્ય જાગૃતિ માટે ગાયત્રી પરિવાર દ્વારા ભગીરથ પ્રયાસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા), લાંબા સમયથી ચાલી રહેલ કોરોના રુપી મહામારીના વાતાવરણની બાળકોના માનસ પર પણ અસર થઈ હોય તે સ્વાભાવિક છે. કિશોર અવસ્થાના બાળકો કે જેઓના અભ્યાસ પર પણ અસર થઈ હોય.આવા સમયમાં આવા કન્યા-કિશોર ઉંમરમાં જેઓ સમજણના ઉંબરે આવીને ઉભા હોય છે.
આવા બાળકોને સાચા માર્ગ પર પ્રેરણા અને માર્ગદર્શન મળે એમના મનોબળ અને કૌશલ્યને જાગૃત કરવા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. જે “કન્યા-કિશોર કૌશલ્ય” જાગૃતિ અભિયાન ચલાવવા તા.૬ ફેબ્રુઆરી, રવિવારથી આ આંદોલનનો શુભારંભ કરવામાં આવ્યો.
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર આ માટે બપોરે ૨ થી ૪ દરમિયાન આ પ્રથમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જે હવેથી મોડાસા ક્ષેત્રમાં ગામેગામ આ રીતે કન્યા-કિશોર કૌશલ્ય જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
આ કન્યા-કિશોર કૌશલ્ય જાગૃતિ અભિયાનની આ પ્રથમ શિબિરનો શુભારંભ ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખશ્રી ધર્માભાઈ પટેલ, આ આંદોલનના જિલ્લા સંયોજક વિલાસબેન પટેલ, આ આંદોલનના મોડાસા તાલુકા સંયોજક કિરણબેન ભાવસાર, અમિતાબેન પ્રજાપતિ એ દિપ પ્રજ્વલિત કરી શુભારંભ કર્યો હતો.
ઉપસ્થિત સૌ બાળકો તથા વાલિઓને આ વિષયમાં શાંતિકુંજ હરિદ્વારથી તાલિમ લઈને આવેલા વિલાસબેન પટેલ તથા કિરણબેન ભાવસારે પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન સાથે ખૂબ જ ઝીણવટ ભરી માહિતીથી આપી હતી.
ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સમન્વયક હરેશભાઈ કંસારાએ આ પ્રયાસને હાલની સ્થિતિમાં ખૂબ જ જરુરી ગણાવ્યો હતો. આ માટે વધુમાં વધુ સક્રિય પ્રયાસ હાથ ધરવા ઉપસ્થિત સૌ પરિજનોને જણાવ્યું હતુ.
આ કન્યા-કિશોર કૌશલ્ય જાગૃતિ આંદોલનના અરવલ્લી જીલ્લા સંયોજક વિલાસબેન પટેલના જણાવ્યાનુસાર હવે મોડાસા આસપાસના ગામો સહિત જિલ્લાભરમાં આ આંદોલન તિવ્ર ગતિએ વેગવાન બનાવવા સક્રિય પ્રયાસ કરવામાં આવશે. આ આંદોલનના તાલુકા સંયોજક કિરણબેન ભાવસારે આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ.*