કન્યા ભાગી જતાં નાની બહેન સાથે લગ્ન કરાવાયા
વડોદરા,વડોદરા જિલ્લાના ડેસર તાલુકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગામમાં લગ્નના કારણે તમામ લોકો ખુશ હતા, તૈયારીઓ ચાલી રહી હતી. વરપક્ષ તરફથી તો લગ્નના એક દિવસ પહેલા ગામમાં વરઘોડો ફેરવવામાં આવ્યો હતો. બીજા દિવસે જાન લગ્ન માટે રવાના થઈ.
પરંતુ જાનૈયાઓ વાહનમાંથી ઉતરીને મંડપ સુધી પહોંચે એ પહેલા તો તેમને એક એવા સમાચાર મળ્યા કે તમામ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ.કન્યા બીજા કોઈ યુવકની સાથે ફરાર થઈ ગઈ હતી.
એકાએક આવી પરિસ્થિતિ સર્જાઈ જતા બન્ને પરિવારના લોકો મૂંઝવણમમાં મૂકાઈ ગયા હતા. બન્ને પરિવાના સભ્યો તેમજ અન્ય અગ્રણીઓએ બેઠક કરીને કન્યાની નાની બહેન સાથે લગ્ન કરાવ્યા હતા.
નાની બહેનની ઉંમર ઓછી હોવાને કારણે હજી વિદાય કરવામાં નથી આવી.અત્યારે માત્ર ફેરા કરવામાં આવ્યા હતા અને વિદાય પછીથી કરવામાં આવશે.
વિસ્તારપૂર્વક વાત કરીએ તો ડેસર તાલુકાના એક ગામમાં ૨૩મી મેના રોજ સાંજના સમયે ડીજેની સાથે વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. પરિવારજનોની ખુશીનો કોઈ પાર નહોતો. વરઘોડાના બીજા દિવસે કલોલ તાલુકાના એક ગામમાં વાજતેગાજતે જાન રવાના થઈ હતી.
પરંતુ ત્યાં પહોંચતા જ લગ્નનું ઘર હોવા છતાં સન્નાટો જાેવા મળતા તમામ લોકોને કંઈક ખોટું થયું હોવાની શંકા થઈ હતી. ત્યારપછી જાણકારી મળી કે કન્યા આગલા દિવસે રાત્રે જ અન્ય યુવક સાથે ભાઈ ગઈ હતી.
સ્થિતિ વધારે વણસે નહીં તે માટે અગ્રણીઓની હાજરીમાં પરિવારના લોકોએ બેઠક કરી અને વરરાજા સાથે કન્યાની નાની બહેનના લગ્ન કરાવ્યા. પિતાની આબરૂ બચાવવા માટે નાની બહેન લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. કન્યાની હજી લગ્ન લાયક ઉંમર થવામાં ૨-૩ મહિનાને વાર હોવાને કારણે વિદાય કરવામાં નથી આવી.ss2kp