કન્વેન્શન ફેઇલ થઈ જાય તો ઈનોવેશન કામ આવે છેઃ મોદી
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે વિવાટેક સંમેલન સામેલ થયા અને તેમણે ટેક્નોલોજી અને ઇનોવેશનની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે કહ્યુ કે, જ્યાં કન્વેન્શન ફેલ થઈ જાય છે તો ઇનોવેશન કામ આવે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, મહામારીને કારણે ઉત્પન્ન થયેલા વિઘ્નો બાદ આપણે સ્વાસ્થ્ય સુવિધાઓ અને અર્થવ્યવસ્થાને સુધારી તૈયાર કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ આગળ કહ્યુ કે, ભારતના યૂથે દુનિયાની કેટલીક સૌથી ગંભીર સમસ્યાઓનું તકનીકી સમાધાન આપ્યું છે. આજે ભારતમાં ૧.૧૮ બિલિયન મોબાઇલ ફોન અને ૭૭૫ મિલિયન ઇન્ટરનેટ યૂઝર્સ છે.
તેમણે કહ્યું કે આરોગ્ય સેતુ દ્વારા અસરકારક કોન્ટ્રેક્ટ ટ્રેસિંગને ઇનેબલ કરવામાં આવ્યું. આપણા કો-વિન પ્લેટફોર્મે પહેલા જ લાખો લોકોની રસી નક્કી કરવામાં મદદ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જાે આપણે ઇનોવેશન ન કરત તો કોરોના વિરૂદ્ધ આપણી લડાઈ ખુબ નબળી પડી હોત. તેમણે કહ્યું કે, આપણે આ ઉત્સાહને છોડવો જાેઈએ નહીં કારણ કે આગામી પડકાર આવવા પર પહેલાથી સારી રીતે તૈયારી કરી શકાય.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આધારે મહામારી દરમિયાન લોકોને સમય પર મદદ પહોંચાડવામાં મદદ કરી, લોકોને ફ્રી રાશન, ભોજન પકાવવા માટે ઇંધણ આપવામાં આવ્યું. વિવા ટેક સંમેલનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોવિડની બે રસી ભારતમાં બનાવવામાં આવી છે અને કેટલીક અન્ય રસીના વિકાસ અને ટ્રાયલ ચાલી રહી છે.
પીએમ મોદીએ કહ્યુ કે, હું પ્રતિભા, બજાર, મૂડી, પરિવેશ અને મુક્તપણાની સંસ્કૃતિ આ ૫ સ્તંભોના આધાર પર વિશ્વને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરુ છું.