કપડવંજના જીવનશિલ્પ કેમ્પસમાં વર્ગ સુશોભન સ્પર્ધા યોજાઈ
જીવનશિલ્પ કેમ્પસમાં આવેલી પી.આર.મુખી સેકકન્ડરી સ્કૂલમાં ૨૦૨૦ ને વધાવવા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા સમૂહ ભાવના ફંડ મેનેજમેન્ટ જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુથી ધોરણ 9ના વિદ્યાર્થીઓ દ્વારા સુશોભિત વર્ગોને ડાયરેક્ટર અલ્પેશભાઈ બારોટ પ્રિન્સિપાલ વિજયભાઈ પટેલ અને શિક્ષક ગણ દ્વારા રીબીન કાપી વર્ગોને ખુલ્લા મૂકી નવા વર્ષની શુભકામનાઓ આપી પોતાના પરિવારના સ્વપ્નો પૂર્ણ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.