કપડવંજના દંતાલી પ્રાથમિક શાળામાં કૈવલ્ય ફાઉન્ડેશન દ્વારા પુસ્તક પ્રદર્શન યોજાયું
દંતાલી પ્રા.શાળામાં કૈવલ્ય ફાઉન્ડેશન દ્વારા પુસ્તક પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના દસ વિભાગ પાડવામાં આવ્યા હતા.જેમાં ડીઝીટલ કલાસરૂમ,બોલો એપ,શાળા મિત્ર એપ,વાંચન-લેખન-ગણન એપ,બાળ પ્રકાશ,ગુજરાતી,હિન્દી,સંસ્કૃત,સામાજિક વિજ્ઞાન,પર્યાવરણ વગેરેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો,એસ.એમ.સી.સભ્યો,જાગૃત વાલીઓ સામેલ થયા હતા.કુલ-૧૨ પુસ્તક મિત્ર દ્વારા પુસ્તક મેળાનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. અંતમાં રીવ્યુ બેઠકમાં શિક્ષકો,બાળકોના પ્રતિભાવ જાણવામાં આવ્યા. અંતમાં કૈવલ્ય ફાઉન્ડેશનના શ્રી સાગર સરે આપના જીવનમાં પુસ્તકોના વાંચનનું મહત્વ સમજાવ્યું.આ રીતે એક સફળ પુસ્તક પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું.