કપડવંજના દારાજી ના પાટિયા પાસે રોડ પર પડેલા ભુવાને રિપેરિંગ કરવા લોક માંગ
કપડવંજ થી નિરમાલી સ્ટેટ હાઇવે પર દારજીના પાટિયા પાસે મોટો ભુવો છેલ્લા ઘણા સમય થી પડ્યો છે આ ભુવાના લીધે રાત્રીના સમયે ઘણીજ હેરાનગતી નો સામનો કરવો પડે છે આ ભુવા અંગે તંત્ર સમક્ષ લેખીત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈજ પરિણામ આવતુ નથી અધિકારીઓ કોઈ મોટા અકસ્માત ની રાહ જોતા હોય તેવું નજરે પડી રહ્યું છે પ્રજા ની સલામતી માટે આ ભુવાનું રિપેરિંગ કામ થાય તેવું આ રસ્તે થી પસાર થતા વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે.