કપડવંજના પ્રોફે. ડૉ નીતાબેન શાહની ડૉ એ.પી.જે. અબ્દુલ કલામ એવોર્ડ માટે પસંદગી થઈ
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશીયલ એન્ડ ઇકોનોમીક રીફોર્મસ-બેંગ્લોર સંસ્થા ધ્વારા કપડવંજ ના પ્રો. ડૉ નીતાબેન એચ શાહ કે જેઓ હાલ ખંભાત કોલેજમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે તેમની ડૉ એ.પી.જે. અબ્દુલ કલામ લાઈફ ટાઈમ એચીવમેન્ટ નેશનલ એવોર્ડ એનાયત કરવા માટે પસંદગી કરવામાં આવી છે. પ્રો.ડૉ નીતાબેન એચ શાહ કે જેઓને તેમના શૈક્ષણિક સંશોધન અને વિવિધ પ્રકાશનો માટે આ એવોર્ડ એનાયત કરવા માટે પસંદગી કરવામાં આવી છે
સદર એવૉર્ડ તેઓને જાન્યુઆરી – ૨૦૨૦ દરમ્યાન બેંગ્લોર ખાતે એ.ડી.એ રંગા મંદિરાના સંકુલમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ના હસ્તે એનાયત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે સંસ્થાના પ્રેસીડન્ટ ડૉ એચ.વી. શીવપ્પા અને મંત્રી જિ.એસ. દેસાઈના જણાવ્યા અનુસાર પ્રતિ વર્ષે સદર એવોર્ડ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત વિદ્વાનોને એનાયત કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય એ છે કે આ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રો.ડૉ નીતાબેન એચ શાહે અગાઉ ધનસુરા મોડાસા અને કપડવંજ કોલેજ માં પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી અને સાથે કપડવંજ સાથે ના શ્રી ગોકુલનાથજીના ભરૂચી સંપ્રદાયના મંદિરમાં મરજાદી તરીકે સેવાઓ આપી રહ્યા છે.