કપડવંજના રેલીયા પાસે ટ્રક ચાલક દેશી પિસ્તોલ સાથે પકડાયો
ખેડા, ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાંથી પોલીસે ટ્રકના ચાલકને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. જાેકે, તેનો એક સાથી મિત્ર પોલીસને જાેઈ ફરાર થઈ ગયો છે. પોલીસે ટ્રક તથા આ દેશી પિસ્તોલ મળી કુલ રૂપિયા ૧૦ લાખ ૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બન્ને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
કપડવંજ ગ્રામ્ય પોલીસનો સ્ટાફ ગતરોજ સમી સાંજે રેલીયા ચેક પોસ્ટ પાસેની મહોર નદીના બ્રીજ નજીક વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન બાયડ તરફથી આવતી બિહાર રાજ્યની ટ્રકને અટકાવી હતી. આ પહેલા પોલીસને જાેઈ ટ્રકમાં બેઠેલો એક ઈસમ ખેતરાડુ રસ્તામાં જઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક ચાલકની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ પ્રભંજન રવિન્દ્ર બ્રહ્મદેવ ઉપાધ્યાય (રહે. બિહાર) હોવાનું જણાવ્યું હતું.
પોલીસને ફરાર થયેલા ઈસમથી શક જતાં ટ્રકમાં તલાસી આદરી હતી. આ દરમિયાન ટ્રકના કેબિનમાં એક દેશી પિસ્તોલ મળી આવી હતી. આ પિસ્તોલ ફરાર થયેલા તેનો મિત્ર હરીમોહનસિંગ વસંતસીંગ યાદવ (રહે. સરકાપુર પોસ્ટ, મધ્યપ્રદેશ)ની હોવાનું જણાવ્યું હતું. તેમજ હરીમોહનસિંગના એક બેગ જેમાંથી તેના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.
ઉપરોક્ત ટ્રક તથા એક દેશી પિસ્તોલ મળી કુલ રૂપિયા ૧૦ લાખ ૨૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.HS