કપડવંજની આર્ટસ કોમર્સ કોલેજમાં હસ્તપ્રત વિજ્ઞાનનો પરિચય વિષયક કાર્યશાળા યોજાઈ
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે એસ આર્ટસ એન્ડ વી.એમ પારેખ કોમર્સ કોલેજ કપડવંજ અને સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે હસ્તપ્રત વિજ્ઞાનનો પરિચય વિષય રાજ્ય સ્તરીય એક દિવસીય કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિનો વૈભવ અને વારસો પ્રાચીન હસ્તપ્રતો માં છુપાયેલો છે ત્યારે નવી પેઢી તેનાથી સુપેરે પરિચિત બને તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન થયું છે તેમ કાર્યશાળાના સંયોજક ડૉ અજય પટેલે જણાવ્યું હતુંકાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય ડૉ ગોપાલ શર્મા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અધ્યાપકો અને વક્તાઓને આવકાર્યા હતા કાર્યશાળામાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડૉ હરીસ કુંડલીયાએ પ્રકૃતિ પ્રત્યે પ્રીતિ કેળવવાની સાંપ્રત જરૂરિયાત પર પ્રકાશ પાડી કાર્યશાળા ની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
પાંચ સત્રો માં વહેંચાયેલી આ કાર્યશાળામાં ડૉ વસંતકુમાર ભટ્ટ ( પૂર્વ નિયામક ભાષા-સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી ) હસ્તપ્રત વિજ્ઞાન નો પરિચય અને તેની ઉપાદેયતા ડૉ કમલેશ ચોકસી ( ભાષા-સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ) ભારતીય લેખન પદ્ધતિ ની વિશેષતાઓ અને ભ્રષ્ટ પાઠ ની સમસ્યાઓ ડૉ નંદ કિશોર મહેતા ( શ્રી રાજકીય સંસ્કૃત પાઠશાળા પેટલાદ ) પ્રાચીન ભારતીય લિપીઓ અને લેખન સામગ્રી ડૉ મંજુલાબેન વીરડિયા ( આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નરોડા ) હસ્તપ્રત નું સ્વરૂપ અને તેના સંરક્ષણ ના ઉપાયો એમ અનેક વક્તાઓએ હસ્તપ્રત વિજ્ઞાનને સ્પર્શતા વિવિધ મુદ્દાઓને આવરી લઈ વક્તવ્યો રજૂ કર્યા હતા.
કાર્યશાળા અંતર્ગત હસ્તપ્રતોના પ્રત્યક્ષ નિદર્શન માટે પ્રદર્શનનું પણ આયોજન થયું હતું આ કાર્યશાળા માં વિદ્યાનગર ડાકોર કઠલાલ બોરસદ અને અનેક કોલેજ ના ૨૨૫ વિદ્યાર્થીઓ અને અઘ્યપકોએ લાભ લીધો હતો સત્ર સંચાલન તરીકે પ્રો. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ પ્રો. એલ.પી.વણકર અને પ્રો. મયંક પટેલે ફરજ બજાવી હતી કોલેજ પરિવાર ના સહિયોગ થી સફળ થયેલી આ કાર્યશાળાને અંતે પ્રો. યશવંત મહાલેએ આભાર વિધિ કરી હતી