કપડવંજની એમ.પી.હાઈસ્કૂલ ખાતે રમતોત્સવ અને મહેંદી સ્પર્ધા યોજાઈ
કપડવંજ નગર સેવાસદન સંચાલિત શેઠ એમ.પી.મ્યુ હાઇસ્કૂલ ખાતે રમતોત્સવ મહેંદી હરીફાઈ અને રંગોળી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર સેવા સદન ના પ્રમુખ પંકજભાઈ પટેલ હાઇસ્કૂલ કમિટીના ચેરમેન દક્ષેશ કંસાર મ્યુ સદસ્યો નીરવ પટેલ દિનેશભાઇ ભીલ તથા આચાર્ય પી.આઈ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય તથા કલેપ કરી રમતોત્સવ ને ખુલ્લો મૂકી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો એ શુભેચ્છા પાઠવી હતી