કપડવંજની સી એન વિદ્યાલય ખાતે SSCની પરીક્ષા આપતા ૩૫ વિદ્યાર્થીઓ
વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકો માટે આશીર્વાદ રૂપ કાર્ય કરતી સંસ્થા
કપડવંજના દિવ્યાંગ વિદ્યાર્થીઓએ એસ.એસ.સી. ની પરીક્ષા આપી હતી કપડવંજ શહેરની વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકો માટે આશીર્વાદ રૂપ કાર્ય કરતી સંસ્થા છે તેના નેજા હેઠળ તાજેતરમાં લેવાતી ધો – ૧૦ ની પરીક્ષામાં કુલ ૩૫ વિદ્યાર્થીઓએ અત્રેની સી.એન. વિદ્યાલય ખાતે પરીક્ષા આપી રહ્યા છે.
જેમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ૧૫ અપંગ અને મંદબુદ્ધિ ના વિદ્યાર્થીઓ ૧૦ તથા બહેરા મૂંગા વિદ્યાર્થીઓ ૧૦ આમ કુલ ૩૫ દિવ્યાંગોએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા પરીક્ષાખંડ સુધી લઈ જવા માટે વી.એસ.ગાંધી ના સ્પેશિયલ ટીચર રમેશભાઈ પટેલ ભરતભાઈ પટેલ લાલદાસ ભાઈ એ પોતાની સેવાઓ આપી દિવ્યાંગ બાળકો ના ઘડતરમાં યોગદાન પુરું પાડ્યું હતું તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માં પરીક્ષા આપવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.