કપડવંજની સેજલ બ્રહ્મભટ્ટ એ ગોવા પણજીમાં દક્ષિણ એશિયા શિખર પરિષદમાં ભાગ લીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/52-2-1024x768.jpg)
કપડવંજ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અને હાલ નગરપાલિકા ના દંડક સેજલ વી બ્રહ્મભટ્ટ તાજેતરમાં ગોવા ( પણજી ) ખાતે દક્ષિણ એશિયા શહેર ની શીખર પરિષદમાં ભાગ લીધો હતો મહિલા નેતૃત્વ કાર્યશાળા ૨૦૨૦ માં કાર્યભારમાં નેતૃત્વ અને બૈગીક સમાનતા આ વિષય પર ચર્ચા કરવા રાષ્ટ્રીય મહિલા અયોગ ના અધ્યક્ષ રેખાબેન શર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી રાષ્ટ્રીય મહિલા અયોગ ના અધ્યક્ષ અધ્યક્ષ રેખાબેન શર્માએ જણાવ્યું હતું કે પ્રત્યેક રાજકીય પક્ષમાં મહિલાની ભૂમિકા વધુ મહત્વની હોય છે
રાજકીય પક્ષમાં મહિલાઓ ૫૦ ટકા હોવી જોઈએ અને તેને પક્ષમાં મહત્વનું સ્થાન મળતું નથી આ પ્રસંગે અખિલ ભારતીય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના સભ્ય અને કપડવંજના સેજલબેન વી બ્રહ્મભટ્ટ શ્રીલંકાની સ્થાનિક સરકાર મહાસંઘ ની અધ્યક્ષ સુદિમા ચંદાની ગોવા રાજ્ય મહિલા બાળ કલ્યાણ સંચાલિકા દિપાલી નાયક એક્સપર્ટ ગર્લ એજ્યુકેશનની સુલક્ષણા સાવંત સૈયુક્ત રાષ્ટ્રસંઘના સહાયક મુખ્ય સચિવ લક્ષ્મીપુરી ઇન્ડોનેશિયાના ડૉ બનારડિયા વાંજવદેવી અને અખિલ ભારતીય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના અધ્યક્ષ રણજીતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા
ગોવામાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ની પત્ની સુલક્ષણા સાવંતે જણાવ્યું હતું કે ગોવાના રાજકારણમાં મહિલા નો સાથ વિકાસ માં કેટલો મહત્વનો હોય અને મંગલયાન ચિત્રપટમાં પણ અક્ષય કુમાર સાથે પાંચ મહિલાના સાથે મળીને કેવી રીતે પાર પાડ્યું તે મહિલાનું નેતૃત્વ વિદ્યાબાલને કર્યું હતું તે આપણે ભૂલી ગયા પણ આપણે યાદ રાખવું પડશે