કપડવંજમાં આવેલું જીવનશિલ્પ કેમ્પસના મુખપત્ર જીવનશિલ્પ ઉડાનનુ વિમોચન

કપડવંજ:કપડવંજ પંથક ની નામાંકિત શૈક્ષણિક સંસ્થા જીવનશિલ્પ એજ્યુકેશન કેમ્પસ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ પટેલ તથા કેમ્પસ ડિરેક્ટર ડૉ બંકિંમભાઈ શાહ સાહેબના હસ્તે સંસ્થાનું માસિક મુખપત્ર જીવનશિલ્પ ઉડાણ નુ વિમોચન કરવામાં આવ્યું હતું આ મુખપત્ર સંસ્થા દ્વારા દર મહિને પ્રકાશિત કરવામાં આવશે
જેમાં સંસ્થાની વિવિધ શાળાઓ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ ઉત્સવો ઉજવણીઓ તથા વિવિધ વિષયો ઉપર શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવતા લેખો કવિતાઓ જનરલ નોલેજના પ્રશ્નો વગેરે વિષયો નો સમાવેશ કરવામાં આવશે મુખ પત્ર નું વિમોચન ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ ના દિવસે સંસ્થાના તમામ શિક્ષક મિત્રોની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શિક્ષકો દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી
ઉજવણીના ભાગરૂપે શિક્ષકો હાઉસી સંગીત ખુરશી અંતાક્ષરી જેવી રમતો સમૂહમાં રહ્યા હતા અને ત્યારબાદ કેક કટિંગ કરીને નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી કેમ્પસ ડિરેક્ટરી પ્રિન્સિપાલશ્રીઓ તથા તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો