કપડવંજમાં માસ્ક પહેરી અને સોસીયલ ડિસ્ટન્સ રાખી નવયુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા

જૈન સમાજ એ એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ
કપડવંજમાં કોરોના અંગે વહીવટીતંત્ર દ્વારા જનજાગૃતિ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે આ જનજાગૃતિનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કપડવંજ નગરમાં પોતાના નિવાસસ્થાને નવયુગલે પ્રભુતામાં પગલા માંડયા હતા તેમાં કપડવંજના માર્બલના વેપારી શાંતિલાલ જૈન પુત્ર મોહિત નિકોલ અમદાવાદ ના રાકેશભાઈ જી લડાલા ની સુપુત્રી ડોક્ટર શિવાની ફીજીયોથેરાપિસ્ટ સાથે કરવામાં આવ્યા હતા તેઑઍ લોકડાઉન માં સરકારના નિયમોનું પાલન કરીને માત્ર બંને પક્ષના ૧૦-૧૦ વ્યક્તિ મળી વ્યક્તિઓની હાજરીમાં જ આ લગ્નવિધિ સંપન્ન થઇ હતી
કપડવંજ શહેરના નમસ્કાર માર્બલ વાળા શાંતિલાલ જૈને ખૂબ જ બીજી કોઈ બેન્ડ કે મંડપ વગર બંને પરિવારને ના પોતાના ઘર આંગણે નારાયણ સ્વરૂપ નગર ખાતે લગ્ન સમારોહ કપડવંજ ખાતે પૂર્ણ કર્યો હતો સરકારના આદેશાનુસાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું હતું જૈન સમાજના અગ્રણી શાંતિલાલ જૈને જણાવ્યું હતું કે તેમના પુત્ર મોહિત ના લગ્ન લગભગ આઠ માસ પહેલા નક્કી થયા હતા પરંતુ હાલ આખો દેશ કોરોના વાયરસની મહામારીમાં છે અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ લોકડાઉન ને ધ્યાનમાં રાખીને બંને પરિવારો એ નિર્ણય લીધો હતો કે ધામધૂમ કે આડંબર વીના સરળ લગ્ન કરીશું
ત્યારે માસ્ક લગાવીને કન્યા અને વરરાજા ના માતા પિતા ની ઉપસ્થિતિમાં સોસીયલ ડીસ્ટનસ નું પાલન કરીને ઉપસ્થિત રહ્યા હતા તારીખ 24 ના રોજ શુભ મુહૂર્તમાં સાદગી થી લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી જૈન પરિવારે ક્રાંતિકારી પગલું ભરી જૈન સમાજ માટે ગૌરવ અને પ્રેરણાની વાત છે લગ્નવિધિ સંપન્ન થયા બાદ બંને પક્ષના સગાસંબંધીઓએ વર-કન્યાને વીડિયો કોલિંગ વાળા આશીર્વાદ આપ્યા હતા આમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)