કપડવંજમાં શાહ કે.એસ આર્ટસ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજ ખાતે આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ આર્ટસ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજ કપડવંજ માં આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી જેમાં ભારતમાં ખાનગી ઉદ્યોગોનું વધતું જતું વર્ચસ્વ લોકશાહી માટે ખતરારૂપ છે વિષય પર તરફેણ અને વિરૂદ્ધમાં સ્પર્ધકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા
સ્પર્ધાની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડૉ ગોપાલ શર્મા એ પ્રાસંગિક ઉદ્દબોધન કરી સ્પર્ધામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને આવકાર્ય હતા નિર્ણાયક તરીકે કોલેજના ડૉ અરવિંદગિરિ અપારનાથી અને પ્રો. મયંકભાઈ પટેલે સેવા આપી હતી જેમાં પ્રથમ વિજેતા બારીયા જાનકીબેન વિક્રમસિંહ બીજા ક્રમે વિજેતા પંચાલ ગાયત્રીબેન મનોજભાઈ બંને વીરપુર કોલેજ અને ત્રીજા ક્રમે આર્ટ્સ કોમર્સ કોલેજના પરમાર યુકતા રાજેશભાઇને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા કાર્યક્રમ નું આયોજન જ્ઞાનધારા વક્તૃત્વ કલા સમિતિના કન્વીનર પ્રો. યશવંત બી. મહાલેની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું સ્પર્ધાનું સંચાલન પ્રો. ભાર્ગવ મહેતા એ કર્યું હતું વિજેતા વિદ્યાર્થીઓને કોલેજના આચાર્યશ્રી અને અધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા