કપડવંજમાં શ્રીમદ્ ગોકુલના ચતુર્થ પીઠાધીશ્વર ગો-સ્વા-૧૦૮ વિઠ્ઠલરાયજીનું આગમન
કપડવંજના ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે શ્રી મદ ગોકુલના ચતુર્થપીઠાધીશ્વર ગો સ્વા – ૧૦૮ શ્રી વિઠ્ઠલરાયજી નું આગમન થયું હતું મહારાજ શ્રી ના સ્વાગત સ્વરૂપે પુષ્ટી માર્ગીય ધ્વજા પતાકા સહિત સ્કૂટર તથા બાઇક રેલી યોજવામાં આવી હતી ઘોળીકૂઈ થી શ્રી ગોકુલનાથજી મંદિર સુધી વૈષ્ણવ ભાઈઓ કેસરી ધોતિ બંડી તથા ઉપરણો અને બહેનો કેસરી વસ્ત્રો પરિધાન કરી માથે કળશ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા
ગોકુલનાથજી મંદિરે આચાર્ય શ્રી વિઠ્ઠલરાયજીજી નું આગમન સ્વાગત મંદિરના મુખ્યાજી ગોપાલ પુરોહિત દ્વારા તથા અભિવાદન સન્માન સમગ્ર વૈષ્ણવ મહાજન કમિટીના સદસ્ય દ્વારા કરવામાં આવ્યું હતું નિજ મંદિરમાં આરતી ત્યારબાદ તેઓના વચનામૃત તેમજ ચરણ સ્પર્શ નો લાભ લીધો હતો.
આ પ્રસંગે તેઓના ચિ શ્રી ગોકુલનાથજીલાલન ના ૨૫ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન વડોદરા ખાતે યોજાનાર શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવની નિમંત્રણ પત્રિકા સર્વ વૈષ્ણવ જનો ને સ્વ હસ્તે વિતરણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમ બાદ શ્રી ગોકુલનાથજી મંદિરે સોમનાથ નગર સોસાયટી કપડવંજ ખાતે દિલીપભાઈ એમ શાહ ના નિવાસ્થાને મહારાજશ્રી જય ઘોષ સાથે વિજય પ્રસ્થાન કર્યું હતું સમગ્ર કાર્યક્રમમાં વૈષ્ણવોએ ઉત્સાહભેર ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.