કપડવંજમાં સર્વમંગલા માતાજીની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી

કપડવંજના રત્ન દેવસુરી તપાગચ્છ સમાચારી સંરક્ષણ આગમોદ્ધારક પ.પૂ. આચાર્ય આનંદસગાર સુરીશ્વરજી મ.સા. ની જન્મભૂમિ માં નેમીનાથજી જૈન દેરાસર કુળદેવી સર્વમંગલા માતાજી સાલગીરાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત નગરના રાજમાર્ગો ઉપર માતાજીની શોભાયાત્રા નીકળી હતી.. સાલગીરાહ નિમિત્તે સમસ્ત કપડવંજ ઉપરાંત અમદાવાદ મુંબઇ વગેરે સ્થળોએથી જૈન સમાજના લોકોએ ધર્મલાભ લીધો હતો