કપડવંજ આર્ટસ કોમર્સ કોલેજમાં જીવનશિલ્પ પરિવારના સહયોગથી વ્યાખ્યાન યોજાયું
કે અહિંસા અને પ્રેમથી રાજકીય આર્થિક સામાજિક ક્રાંતિ સંભવ છે પ્રોફેસર હેમંત હેમંત કુમાર શાહ
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જીવનશિલ્પ પરિવારના સહયોગથી કવિશ્રી રાજેન્દ્ર શાહ સ્મૃતિ વ્યાખ્યાનમાળા ના સાતમા વ્યાખ્યાનમાં અમદાવાદની એચ.કે આર્ટ્સ કોલેજના પ્રો ડૉ હેમંતકુમાર શાહ એ ગાંધી લોકશાહી અને વર્તમાન વિષય પર વિસ્તારથી વિશ્લેષણાત્મક વિવેચનાત્મક આંકડાકીય માહિતી સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાંધી સનાતની હિંદુ હતા અને તેઓની રામ રાજ્યની કલ્પના અદભુત હતી
જેમાં કોઈ પણ મનુષ્ય ગૌરવ અને સન્માન સાથે ભય વગર જીવી શકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગાંધી હંમેશ માટે વિશ્વ માટે સનાતન છે તે ક્યારે અપ્રાસંગિક થઇ શકે નહીં ને આજે પણ ગાંધી ના ચિંધ્યા માર્ગ દ્વારા એટલે કે સત્ય અહિંસા અને પ્રેમ દ્વારા જ રાજકીય સામાજિક અને આર્થિક ક્રાંતિ સંભવ છે તેમણે આજે ભારત અને વિશ્વની સ્થિતિ આંકડાકીય માહિતી દ્વારા શ્રોતાઓ સમક્ષ રજૂ કરીને જણાવ્યું હતું કે આજે વિશ્વ પાસે એટલા બધા બોમ્બ છે કે વિશ્વની જનસંખ્યા ને દસ વખત નેસ્તનાબૂદ કરી શકાય તેમ છે આખી દુનિયામાં યુદ્ધ થી નહીં પણ ગાંધી ના વિચારો દ્વારા વિશ્વ શાંતિ સ્થાપી શકે છે
કાર્યક્રમના આરંભે વ્યાખ્યાન સમિતિના ચેરપર્સન આચાર્યશ્રી ડૉ ગોપાલ શર્માએ વ્યાખ્યાનની ઉપયુક્તાતા સમજાવી સ્વાગત પ્રવચન અને જીવનશિલ્પ પરિવારના ટ્રસ્ટી વિપુલભાઈ પટેલે પ્રાસંગિક વક્તવ્ય માં કવિ રાજેન્દ્ર શાહની જીવન ઝરમર રજૂ કરી હતી જીવનશિલ્પ પરીવારના શ્રી મણીભાઇ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ હતી વ્યાખ્યાન સમિતિના સેક્રેટરી પ્રો એલ પી વણકરે વક્તાનો પરિચય અને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું કાર્યક્રમમાં કોલેજના અધ્યાપક ઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા