કપડવંજ એસ ટી ડેપો ખાતે કોરોના વાઇરસથી બચવા માટેનો સેમિનાર યોજાયો
કપડવંજ એસ ટી સ્ટેશન ખાતે હેલ્થ ઓફિસર અને તેમની ટીમ ધ્વારા કોરોના વાઈરસ થી બચવા માટેની રીતો બાબતે એક સેમીનાર નું આયોજન કરવામાં આવેલ જેમાં ડેપો માં ફરજ બજાવતા કર્મચારી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોરોના વાઇરસના સંક્રમણ થી પોતે તેમજ બસમાં મુસાફરી કરતા મુસાફરો ને કઈ રીતે બચાવી શકાય તેની યોગ્ય સમજ કેળવવામાં આવેલ હતી
આ કાર્યક્રમની સાથે સાથે એસ ટી ડેપો માં દર મહિને શ્રેષ્ઠ ફરજ બજાવતા ડ્રાઇવર કંડકટર અને મીકેનીક નું નડિયાદના વિભાગીય નિયામક એ.કે.પરમાર ધ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કપડવંજ ડેપો ના મેનેજર એમ ટી માવી સહિત સુપરવાઈઝરી સ્ટાફ હાજર રહ્યા હતા.