Western Times News

Gujarati News

કપડવંજ કેળવણી મંડળ દ્વારા વન્યજીવ સૃષ્ટિ કુદરતી સાનિધ્ય અને પક્ષી દર્શનનું આયોજન કરાયું

કપડવંજ કેળવણી મંડળ દ્વારા મંડળ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓને વન્યજીવ સૃષ્ટિ કુદરતી સાનિધ્ય અને પક્ષી દર્શનનું આયોજન મંડળના વ્યાયામ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું જેમાં કપડવંજ કેળવણી મંડળના મંત્રી શ્રી મા અનંતભાઈ શાહ હાજર રહી વન્યસૃષ્ટિનો પરિચય આપી વિષમ પરિસ્થિતિઓનો કેવી રીતે સામનો કરવો નદી જંગલ કૂતરો પાણી જેવા કુદરતી સ્રોતો ના પરિબળો સામે કેવી રીતે રહી શકાય તે અંગે વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યા હતા કુદરત ના સાનિધ્યમાં વિહરતા વિવિધ પ્રકારના પક્ષીઓ નિહાળ્યા સાથે નર્મદા મુખ્ય કેનાલ અને વરાસી નદીમાં બનાવેલ સાઇફન ની મુલાકાત કરાવી વિદ્યાર્થીઓને જળવ્યવસ્થાપન વિષે અવગત કર્યા અને પૌષ્ટિક અલ્પાહાર કરી પરત કપડવંજ આવી બધા છુટા પડ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.