કપડવંજ કેળવણી મંડળ દ્વારા ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
કપડવંજ કેળવણી મંડળ અને સંચાલિત સંસ્થાઓ દ્વારા ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી કપડવંજ કેળવણી મંડળ સંચાલિત પી.બી.સાયન્સ કોલેજના પૂર્વ કર્મચારી અને જીવ વિજ્ઞાનના અધ્યાપક શ્રી કે.એ ત્રિવેદીના વરદ્દ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો શ્રી સી.એન. વિદ્યાલય ના વિદ્યાર્થી સોઢા અરુણ પી અને શ્રી એસ.સી.દાણી ની વિદ્યાર્થીની શેખ નાજબાનુ જાહિરઅબ્બાસ ના હસ્તે યુથ ફોરમ અંતર્ગત કપડવંજ કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓ ના શિયાળુ રમતોત્સવ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
અરુણ સોઢાએ બેડમિન્ટન માં અને શેખ નાજબાનુએ ફૂટબોલમાં ગુજરાત ટીમનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરીને સંસ્થાનું નામ ઉજ્જવળ કર્યું વર્ષ ૨૦૧૯ માં રમત-ગમતમાં ઝોન રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સુંદર પ્રદર્શન કરવા બદલ ૧૪૭ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા આ ઉપરાંત કપડવંજ કેળવણી મંડળના હોદ્દેદારોશ્રીઓમાં શ્રી હરીશભાઇ કુંડલિયા શ્રી અભિજીત ભાઈ જોશી શ્રી અનંતભાઈ શાહ શ્રીમતી નીલાબેન પંડ્યા અને ગોપાલભાઈ શાહ તથા સંસ્થાઓના આચાર્યશ્રીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા