કપડવંજ કોલેજના એન.એસ.એસ એકમ દ્વારા કરુણા અભિયાન ૨૦૨૦ અંતર્ગત પક્ષી બચાવો જાગૃતિ રેલી યોજાઇ
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ. આર્ટ્સ એન્ડ વી.એમ પારેખ કોમર્સ કોલેજ કપડવંજના એન.એસ.એસ એકમ દ્વારા કપડવંજ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે કરુણા અભિયાન ૨૦૨૦ અંતર્ગત પક્ષી બચાવો જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી નું કોલેજ ખાતેથી પ્રસ્થાન કોલેજના આચાર્યશ્રી ડૉ ગોપાલ શર્મા અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું
આ રેલી કોલેજથી ડાકોર રોડ થઈને ટાઉનહોલ અને રત્નાકર રોડ પરથી વનસંરક્ષક શ્રી ની કચેરી પૂરી થઈ હતીજેના દ્વારા ચાઇનીઝ દોરી નો ઉપયોગ ન કરવા તથા વહેલી સવારે અને સાંજે આકાશમાં પક્ષીઓ વિહાર કરતા હોય ત્યારે પતંગ નહીં ચગાવવાનો સંદેશો લોકોને પહોંચાડીને પક્ષીઓને બચાવવાનો સંદેશો લોકો સુધી પહોંચે એ આશય હતો આ રેલી એન.એસ.એસ પ્રોગ્રામ ઓફીસર પ્રોફે. એલ.પી. વણકરની રાહબરી હેઠળ યોજાઈ હતી વન અધિકારી કચેરીના શ્રી એમ.જી બારીયા (વનપાલ) શ્રી જી.ડી ખટાણા (વનરક્ષક) તથા એલ.આર.ડામોર સી.એમ. રબારી એમ આર સોલંકી કે.કે. સોલંકી અને એમ જે પરમાર વગેરે જોડાયા હતા રેલીમાં એન.એસ.એસ ઉપરાંત એન.સી.સી. ના કેડેટ પણ જોડાયા હતા