કપડવંજ કોલેજમાં એચ.આઈ.વી એઇડ્સ સેન્સે ટાઈઝેસન કાર્યક્રમ યોજાયો
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કપડવંજમાં એચ.આઈ.વી એઇડ્સ સેન્સે ટાઈઝેસન કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના ડેપ્યુટી ડાયરેક્ટર મેઇન્સ્ટ્રીમિંગ શ્રી મનુભાઈ વાઘેલા અને ટેકનિકલ એક્સપર્ટ શ્રી વિરાટ નાગર દ્વારા એચ.આઈ.વી એઇડ્સ શું છે ?
એનો ચેપ કઈ રીતે લાગી શકે છે તથા તેનાથી કઈ રીતે સરળતાથી બચી શકાય છે એચ.આઇ.વી.નો ચેપ કઈ રીતે લાગતો નથી તથા જુદા જુદા જોખમી જૂથોમાં એચ.આઇ.વી. નું પ્રમાણ એચ.આઇ.વી. ટ્રાન્સમિશન ડાયનામીક વિન્ડો પિરિયડ એચ.આઇ.વી. પોઝિટિવ સગર્ભા માતાના આવનાર બાળકમાં એચ.આઇ.વી.નો ચેપ ન લાગે તે માટે ની સારવાર ભારત અને ગુજરાતમાં તથા ખેડા જિલ્લામાં અને કપડવંજ તાલુકામાં એચ.આઇ.વી. ની સ્થિતિ તેની અટકાયત અને નિયંત્રણ માટે સરકારશ્રી દ્વારા અમલમાં મુકેલ સેવા કેન્દ્ર અને પોઝિટિવ વ્યક્તિઓ માટે ની સરકારશ્રીની વિવિધ સામાજિક સુરક્ષાની યોજનાઓની માહિતી આપી અને પીપીટી પ્રેઝન્ટેશન કર્યું હતું વિદ્યાર્થીઓના સવાલોના સંતોષકારક જવાબ આપ્યા હતા
એચ.આઇ.વી. પરત્વેની ગેરમાન્યતાઓ દૂર કરી આ ચેપની સાથે કઈ રીતે સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકાય તેની માહિતી આપી હતી અને ૧૦૭૯ ની ટોલફ્રી સેવાનો લાભ લેવા જણાવ્યું હતું કાર્યક્રમના આરંભે આચાર્ય ડૉ ગોપાલ શર્માએ સ્વાગત પ્રવચન અને સંચાલન એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર પ્રો એલ પી વણકરે અને આભારવિધિ સહાયક પ્રોગ્રામ ઓફિસર પ્રો મયંકભાઈ પટેલ એ કરી હતી જિલ્લા ટી.બી. સુપરવાઇઝર શ્રી વિનોદભાઈ ટી જાદવ અને આઈ.સી.ટી.સી. કાઉન્સેલર શ્રી ગુણવંતભાઈએ તેઓની સેવાઓ પૂરી પાડી હતી