કપડવંજ કોલેજમાં ક્વીઝ સ્પર્ધા યોજાઇ
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ. આર્ટસ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજમાં ક્વીઝ સ્પર્ધા યોજાઇ હતી સદર ક્વીઝ સ્પર્ધાનું આયોજન અને સંચાલન કોમર્સના વિદ્યાર્થીઓ પટેલ સુરાગ સોની જાસ્વી અને સોની વિધિ દ્વારા કરવામાં આવ્યું હતું સદર સ્પર્ધામાં પ્રથમ ક્રમે પંચાલ ગોપી (એસ.વાય.બી.કોમ) રિંકુ ચાલક પરમાર રવિન્દ્ર (એફ.વાય.બી.કોમ) છત્રીગરા વેદાંત (એફ.વાય.બી.એ) અને ત્રીજા ક્રમે પટેલ હિમાંશી અને સેવક રિધ્ધી (એફ.વાય.બી.કોમ) વિજેતા બન્યા હતા વિજેતા વિદ્યાર્થીઓ અને આયોજન કરનાર વિદ્યાર્થીઓને આચાર્ય ડૉ ગોપાલ શર્મા અને અધ્યાપકોએ અભિનંદન આપ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ ક્વીઝ સ્પર્ધામાં આયોજક અને નિર્ણાયક તરીકે વિદ્યાર્થીઓએ શ્રમગિરી કરી હતી (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)