કપડવંજ કોલેજમાં ગ્રામવિસ્તારના શ્રમિકો અને અર્થતંત્ર વિષય પર વ્યાખ્યાન યોજાયું
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ. આર્ટ્સ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગના ઉપક્રમે અમદાવાદ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ સોનલ યાદવે ગ્રામ્ય વિસ્તારના શ્રમિકો અને અર્થતંત્ર વિષય પર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે વિવિધ સરકારી યોજનાઓના લાભ શ્રમિકો સુધી કયા કારણોસર પહોંચતા નથી અને તેમાં રહેલી ખામીઓ વિશે વિદ્યાર્થીઓ સાથે જીવંત ચર્ચા કરી હતી અને વિદ્યાર્થીઓની હાલના અર્થતંત્રની જરૂરિયાત મુજબ રોજગારી માટે કૌશલ્ય કેળવવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચનમાં આચાર્ય શ્રી ડૉ ગોપાલ શર્માએ વ્યાખ્યાનની ઉપયુક્તતા વિશે વાત કરી વક્તા નું સ્વાગત કર્યું હતું કાર્યક્રમનું સંચાલન કોલેજના અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમનું આયોજન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ રીટાબેનબેન રાણા અને પ્રા. ભાર્ગવ મહેતાની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક અર્થતંત્ર વિશે જિજ્ઞાસા પ્રેરક પ્રશ્નો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કોલેજના અધ્યાપક હાજર રહ્યા હતા. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)