Western Times News

Gujarati News

કપડવંજ કોલેજમાં HIV/AIDS જાગૃતિ અને અટકાવ વિષયક વ્યાખ્યાન યોજાયું

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ. કે.એસ આર્ટ્સ અને વી.એમ.પારેખ કોમર્સ કોલેજ કપડવંજમાં રેડરીબન ક્લબ અંતર્ગત HIV/AIDS જાગૃતિ અને અટકાવ વિષયક વ્યાખ્યાન યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે  અમદાવાદની એલ.જી. હોસ્પિટલના આસી. મનોવૈજ્ઞાનિક શ્રી વિનાયક એ ચૌહાણ હાજર રહ્યા હતા

તેમણે વ્યાખ્યાનમાં એચ. આઈ.વી. વાયરસ શુ છે તે માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે એઇડ્ઝ શુ છે છે તેના ચિહ્નો આ રોગ કેવી રીતે ફેલાય છે આ રોગ વિષયક ખોટી માન્યતાઓ તેમજ એઇડ્ઝનો ફેલાવો કેવી રીતે અટકાવશો એચ. આઈ.વી. પોઝીટીવ વ્યક્તિ સાથે કેવો વર્તાવ કરશો વગેરે અંગે ઉદાહરણ સહ માહિતી આપી તેમજ વિદ્યાર્થીઓના આ વિષયક પ્રશ્નોના જવાબો આપ્યા કોલેજના આચાર્યશ્રી ડૉ ગોપાલ શર્માએ શબ્દોથી સ્વાગત કરી કોલેજ માં ચાલતી રેડબરીન ક્લબ વિશે માહિતી આપી કાર્યક્રમનું સંચાલન રેડબરીન ક્લબના કન્વીનર ડૉ અરવિંદગિરિ અપરનાથી એ કર્યું હતુ આભાર વિધિ ડૉ જવનિકા એસ શેઠે કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.