કપડવંજ જુમ્મા મસ્જીદ હોલ ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું

કપડવંજ બાયતુલમાલ સંસ્થા ધ્વારા મહમદઅલી ચોકમાં આવેલ જુમ્મા મસ્જીદ હોલ ખાતે છ તેજસ્વી વિદ્યાર્થીઓ નું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું તેજસ્વી વિદ્યાર્થીઓમાં ધોલેરાના તાલુકા વિકાસ અધિકારી હાર્દ ઉમેશભાઈ શાહ ઇ.સી.ડે કલેક્ટર આણંદ દર્શન દીપકભાઈ શાહ રાજસ્થાની મહારાણાપ્રતાપ કૃષિ યુની ગોલ્ડ મેડાલીસ્ટ શનાબાનુ હાફીજમીયા મલેક બી.એસ.સી. (આઇ.સી) ગોલ્ડ મેડાલિસ્ટ મો ફહીમ નજીરમીયા મલેક સી.એ.ની પરીક્ષામાં ખેડા જિલ્લામાં ઉત્તીર્ણ થનાર શમીન અસ્લમભાઈ શેખ બી.ટેક પેટ્રોલિયમ એન્જી આફતાબ અલ્તાફહુસેન ચૌહાણ નો સમાવેશ થાય છે
આ સન્માન કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને સેવાભાવી કપડવંજ રત્ન ડૉ હરીશભાઇ કુંડલીયા હાજર રહ્યા હતા જ્યારે અતિથિવિશેષ પદે નગર સેવાસદનના પ્રમુખ પંકજભાઈ પટેલ જીવનશિલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ વિપુલભાઈ પટેલ યુ.એસ.એ.થી હાજી અસતારભાઈ ઇસ્માઇલભાઈ હાજર રહ્યા હતા સંસ્થાના પ્રમુખ હાજી મલેક સફીમીયા નબીમીયા જનરલ સેક્રેટરી શરજુમ્માખાન બાબી સહિતના કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો