કપડવંજ ડેપોના ત્રણ કર્મચારીઓનું નડિયાદના ડિવિઝનલ કન્ટ્રોલર દ્વારા શ્રેષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું
ખેડા આણંદ એસટી ડિવિઝન દ્વારા તેમના ક્ષેત્રમાં આવેલ ૧૧ ડેપો માં શ્રેષ્ઠ મિકેનિક શ્રેષ્ઠ ડ્રાઇવર અને શ્રેષ્ઠ કંડકટરનું દર મહિને પસંદગી પામેલ નું યશસ્વી કામગીરીના ભાગરૂપે સન્માન કરવાનું નવતર પ્રયોગ નડિયાદના ડિવિઝનલ કન્ટ્રોલર એ કે પરમાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે કપડવંજ ડેપો માં જાન્યુઆરી ૨૦૨૦ માટે કપડવન ડેપોના શ્રેષ્ઠ મિકેનિક ભરત જે ઉમરણિયા શ્રેષ્ઠ કંડકટર તરીકે નિલેશભાઈ વાળંદ શ્રેષ્ઠ ડ્રાઇવર કેશાભાઈ એ ઝાલા નું સન્માન ડિવિઝનલ કન્ટ્રોલર એ કે પરમાર ના હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે કપડવંજના ડેપો મેનેજર એમ ટી માવી સહિતના સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા
આ નવતર પ્રયોગ અંગે માહિતી આપતા નડિયાદ આણંદ ના ડી.સી. એ કે પરમારે જણાવ્યું હતું કે ડિવિઝનમાં આવેલ ૧૧ ડેપોમાં દર મહિને આવા કાર્યક્રમો યોજાશે આમાં ડેપોમાં આવક નિયમિતતા હાજરી અને વર્તુણુંક ને ધ્યાનમાં રાખીને અને પેસેન્જરો સાથે વર્તન જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી દર માસે દરેક ડેપોમાં શ્રેષ્ઠતા થી સન્માનવામાં આવશે જાન્યુઆરી ૨૦૨૦ માટેની શરૂઆત નડિયાદ ડેપો માંથી કરી આજે કપડવંજ ડેપો કાર્યક્રમ રાખેલ છે આવા કાર્યક્રમોથી ડેપોના કર્મચારીઓ માં ઉત્સાહ વધશે