કપડવંજ તાલુકાના આરોગ્ય મેળામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો
કપડવંજ ખાતે તાલુકા આરોગ્ય મેળાનો શુભારંભ કરવામાં આવેલ હતો. આ મેળામાં નગરપાલિકા પ્રમુખશ્રી મોનિકાબેન પટેલ, જિલ્લા અગ્રણી શ્રી ગોપાલભાઈ શાહ, તાલુકા અગ્રણી શ્રી ધૂળસિંહ સોલંકી, એપીએમસી ચેરમેન શ્રી નિલેશભાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા નગરપાલિકા સદસ્યશ્રીઓ તથા જિલ્લા એપેડેમિક અધિકારી શ્રી ડો. અજીતભાઇ ઠાકરએ મુલાકાત લીધેલ હતી.
આ મેળા દરમિયાન વિવિધ સારવારો નો લાભ, જાણકારી અને આરોગ્યને લગતા પ્રશ્નો ની સલાહ આરોગ્ય સંભાળ સેવાઓ વિનામૂલ્યે તપાસ, વિના મૂલ્યે દવાઓ, હેલ્થ આઇડી, આયુષ્યમાન ભારત કાર્ડ, ટેલી- કન્સલટેશન, કેન્સર, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, મોઢાનું કેન્સર, મોતિયાબિંદ તપાસ, યોગ અને ધ્યાન, બ્લડ ડોનેશન કેમ્પ જેવી વિવિધ નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેનો લાભ કપડવંજ તાલુકાના નાગરિકોએ લીધેલ.
આ હેલ્થ મેળામાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંકુર એન. પટેલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી રમેશભાઈ એન. પટેલ તેમજ તાલુકા હેલ્થ વિઝીટર મહેરુનીસા એમ સિંધી તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા આરોગ્ય કર્મચારીઓ, સીએચસઓ, આરબી એસ કે સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, આશા બહેનો તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં લાભ લીધેલ છે જેમાં તમામ વિભાગમાં 1700 થી વધારે લાભાર્થીઓ એ લાભ લીધેલ હતો. સમગ્ર મેળાનું આયોજન તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી રમેશભાઈ એન. પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.
જિલ્લા માહિતી કચેરી,
ખેડા-નડીઆદ.