કપડવંજ તાલુકાના જીતપુરા ગામે આરોગ્ય શિબિર યોજાઈ

કપડવંજ તાલુકાના જીતપુરા ગામે તાજેતરમાં આરોગ્ય શિબિરનું આયોજન દ્રષ્ટિ કોર્ન બોસ્કો દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં કુલ ૯૩ લાભાર્થીઓ એ લાભ લીધો જેમાં ૪૭ ભાઈ ઓ અને ૪૬ બહેનોને એ લાભ લીધો હતો એમ – ડી ફિજીસીયન ડૉ હાર્દિક પટેલ દ્વારા દર્દીઓને તપાસી ને સંસ્થા દ્વારા મફત દવા આપવામાં આવી હતી
કેમ્પ દરમિયાન ગામના લોકોને ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરની ચકાસણી કરવામાં આવી હતી.આ ઉપરાંત ગામની ૧૯ કિશોરીઓને આરોગ્ય અને સ્વચ્છતા વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ ગામની સગર્ભા અને ધાત્રી બહેનોને રસીકરણ અને પોષક આહાર વિશે વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી ગામની પ્રાથમિક શાળા તરફથી પૂરતો સહયોગ મળ્યો હતો.