કપડવંજ તાલુકાના વડોલ ગ્રામ પંચાયત ધ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

કપડવંજ તાલુકાના વડોલ ગ્રામ પંચાયતના વિવિધ ગામોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોલ ગ્રામ પંચાયત માં આવેલ એઝ્યુર સોલાર પ્લાન્ટ તથા વડોલ પંચાયતના સહયોગથી વડોલ તેમજ તેના પેટાપરા વિસ્તારોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામમાં ઘરે ઘરે ફરીને પંદરસોથી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.
કોરોનાવાયરસ થી બચવા સલામતીના ભાગરૂપે પંથક ના સુખપુરા દેવપુરા વડોલ વિઠ્ઠલ પુરા ખોખરીયા ટોપ લિયા ઘજાપુરા હિંમતપુરા ડાંડીયા પુરા વેરાવકતા ગમાજી ના મુવાડા મણીપુરા પ્રતાપપુરા જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો વડોલ ગામ પંચાયત અને એજ્યુ પાવરની ઉમદા કામગીરી લોકોને માસ્ક મળ્યા હતા. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)