કપડવંજ તાલુકા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા કપડવંજ મામલતદારને આવેદનપત્ર
કપડવંજ:કપડવંજ તાલુકા મુખ્ય શિક્ષક સંઘ સૂચિત દ્વારા કપડવંજના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાલુકા મુખ્ય શિક્ષક સંઘના સૂચિત અગ્રણી કુલદીપસિંહ ચૌહાણ જીગ્નેશભાઈ પટેલ ચેતનભાઈ કૂચાર ના જણાવ્યા મુજબ રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળા ઓ માં H.TAT મુખ્ય શિક્ષકો ની નિમણુંક કરવામાં આવેલ છે મુખ્ય શિક્ષકો ની નિમણુંક વખતે સરકાર ધ્વારા બાળકોની સંખ્યા ધ્યાને લીધા.
સિવાય મુખ્ય શિક્ષક ની ભરતી નિમણુંક આપવામાં આવેલ હતી આવા મુખ્ય શિક્ષકો ની નિમણુંક ના કારણે શાળાઓ ની શૈક્ષણિક પ્રગતિ તથા વ્યવસ્થા તંત્ર માં નોંધ પાત્ર સુધારો જોવા મળે છે
આમ છતાં સરકાર દ્વારા મુખ્ય શિક્ષક બદલી અંગેના નિયમો બહાર પાડી તા. ૧૯/૧૨ થી ૨૧/૧૨ સુધીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઓ ને વધઘટ કેમ્પ કરવાની સૂચના આપેલ છે જેમાં ૧ થી ૫ માં ૧૫૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓ અથવા ૬ થી ૮ માં ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી સંખ્યા અથવા બંને માંથી ભેગાકરી ૨૫૦ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ માંજ મુખ્ય શિક્ષક આપવા અને બાકીની શાળાઓમાં મુખ્ય શિક્ષકોને વધમા ગણી અન્ય શાળાઓમાં બદલી કરવામાં અન્યાય અને નુકશાન કરતા નિર્ણય લેવામાં આવેલ છે જે નિર્ણય રદ કરી સમગ્ર રાજ્યમાં મુખ્ય શિક્ષક વધ કેમ્પ બંધ રાખવામાં આવે તેવી અમારી માંગણી છે મુખ્ય શિક્ષક ની ભરતી કર્યા ના સાતવર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતો અન્ય પ્રશ્ર્નોનું નિરાકરણ આવેલ નથી