કપડવંજ નગરપાલિકા ધ્વારા ગોપાલપુરા કાંસકીવાડ વિસ્તારમાં સુરતથી આવેલ ૨૫ શ્રમિકોને હોમકોરેન્ટાઇલ કરાયા

કપડવંજના ગોપાલપુરા કોસકી વાડ વિસ્તાર ના ૨૫ શ્રમિકો ખાનગી ટ્રાવેલ્સ દ્વારા ગઈ રાત્રિના સુમારે પોતાના વતન ફરતાની જાણ નગરપાલિકાએ કપડવંજના સામુહિક આરોગ્ય કેન્દ્રને કરતા આરોગ્યની ટીમ આજે તેમનું સંપૂર્ણ સ્ક્રિનિંગ કરી ૧૪ દિવસ માટે હોમકોરેન્ટાઇલ કર્યા છે આ અંગે અર્બન કપડવંજના એસ.આઈ સુરેશભાઈ પરમાર તથા એમ.પી.એચ.ડબલ્યુ જયરાજસિંહ ચૌહાણ ને માહિતી આપતાં જણાવ્યું હતું કે કપડવંજ શહેરના ગોપાલપુરા કાંસકીવાળ વિસ્તારમાં સુરતના વરાછા થી ૨૫ શ્રમિકો પૈકી ચાર બાળકો ૫ મહિલાઓ અને ૧૬ પુરુષો ખાનગી ટ્રાવેલ્સ દ્વારા કપડવંજ ખાતે આવી પહોંચતા કપડવંજ અર્બન ના મેડિકલ ઓફિસર ડૉ મૌલિકાબેન પટેલ નપીબેન મોટકા ભૂમિકા બેન પરમાર તથા CHO ટિમ અને ડૉ આશુતોષ પટેલ તથા RBSK ની ટીમ દ્વારા સંપૂર્ણ સ્ક્રીનીંગ કરતા તેમનું ટેમ્પરેચર એકદમ નોર્મલ હતું તથા કોઈ પણ પોઝિટિવ લક્ષણ ન હતા આમ છતાં પણ તમામ ૨૫ શ્રમિકોને ૧૪ દિવસ માટે હોમ કોરેન્ટાઇલ કરવામાં આવેલ છે
સમગ્ર સ્ક્રીનીંગ ટેસ્ટ દરમ્યાન કપડવંજ અર્બન હેલ્થ સેન્ટર નો સ્ટાફ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા કમ્યુનિટી ઓફિસરની સંપૂર્ણ ટીમ કામે લાગી હતી તેમ જ કપડવંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ મદદે દોડી ગયો હતો આગામી ૧૪ દિવસ માટે આ ૨૫ શ્રમીકોને હોમકોરેન્ટાઇલ હેઠળ રખાયા છે આરોગ્યની ટીમ દિવસમાં બે વખત તમામનું મેડીકલ ચેક અપ કરશે કપડવંજ શહેરમાં આ ૨૫ શ્રમિકો સાથે ૭૮ લોકો હોમકોરેન્ટાઇલ છે જેમાં ૫૩ નાગરિકો વિદેશ થી આવેલ છે ૨ જીલ્લા કોરેન્ટાઇલ માં ખસેડયા છે જેમાં ૩૫ લોકોનો હોમકોરેન્ટાઇલ પિરિયડ પૂરો થયો છે ૨૫ શ્રમિકો અને બીજા ૧૪ એમ ૩૯ લોકો હાલ હોમકોરેન્ટાઇલ હેઠળ છે