Western Times News

Gujarati News

કપડવંજ નગરપાલીકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ના ૧૬ લાખ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

કપડવંજ : આજ રોજ કપડવંજ ન.પા વોર્ડ નંબર ૬ માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૫-૧૬ની બચત ગ્રાન્ટ માંથી નાની રત્નાગર માતાજી મંદિરથી ઉમિયા માતાજી મંદિર ચોક સુધી રૂપિયા ૧૦ લાખના ખર્ચે આર.સી.સી રોડનુ કામ સાથે પંપિંગ સ્ટેશન પાસે રૂપિયા ૬ લાખના ખર્ચે પેવર બ્લોક (કુલ ૧૬ લાખ રૂપિયા)ના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આ પ્રસંગે ન.પા પ્રમુખ પંકજભાઇ પટેલ,જિલ્લા મહામંત્રી દશરથભાઈ પટેલ,ગોપાલભાઈ શાહ,સંગઠન પ્રમુખ સેજલબેન બ્રહ્મભટ્ટ,કારોબારી ચેરમેન દક્ષેશ કંસારા,મહામંત્રી સુરેશભાઈ પારેખ,આશિષભાઈ શાહ સદસ્યો ચિન્ટુપટેલ મનુકાકા પટેલ,નરોતમભાઈ પટેલ,રીંકુબેન પટેલ,ધવલ પટેલ અને ન.પા એન્જિનિયર વિષ્ણુભાઈ પટેલ, યસ દરજી ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.