કપડવંજ નગર સેવા સદન આયોજિત સ્વચ્છતા રથ પ્રસ્થાન કાર્યક્રમનું આયોજન
સ્વચ્છ ભારત અંતર્ગત કપડવંજ નગર સેવા સદન આયોજિત સ્વચ્છતા રથ પ્રસ્થાન કાર્યક્રમ તા. ૦૧/૦૧/૨૦૨૦ ના રોજ આર્ટસ કોલેજ હોલ કપડવંજ ખાતે રાખવામાં આવેલ તેમાં ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા લોક જાગૃતતા લાવવા માટે સ્વચ્છ સર્વેક્ષણ ના ભાગ રૂપે સમારંભના પ્રમુખ શ્રી પંકજભાઈ એમ પટેલ નગર સેવા સદનના પ્રમુખ તેમજ સેનેટરી કમિટી ચેરમેન શ્રી મનુભાઈ આર પટેલ અને નગરસેવા સદન ના સદસ્ય શ્રીઓ તેમજ નગરસેવા સદન ના નગીનભાઈ કે પટેલ તેમજ અન્ય કર્મચારી ગણ આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજ કાપડવંજના પ્રિન્સિપાલ ડૉ અજીતસિંહ ચૌહાણ સાહેબ ડૉ શર્મા સાહેબ ડૉ અલ્પેશભાઈ રાવલ સાહેબ તેમજ કોલેજ ના સર્વે કર્મચારી સ્ટાફમિત્રો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ એ સાથે મળી કાર્યક્રમ કરી કાર્યક્રમ ના અંતે ૫૦ મિનિટ નું સ્વચ્છતા અંગે ની જાગૃતિ ની કલીપ સર્વે એ સાથે નિહાળી પછી સર્વે ઉપસ્થિત મહાનુભાવો ના હાથે સ્વચ્છતા રથ ને લીલી ઝંડી આપી સ્વચ્છતા રથ નું પ્રસ્થાન કરાવ્યું હતું જે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવી ને લોક જાગૃતિ લાવવા પ્રયત્નો કરેલા